________________
કરણ-કરાવણનાં ભેદ
अन्यथा हि सर्वदेशविरत्योर्न भिदा भवेत् । त्रिविधं त्रिविधेनेति भंगको गृहिणां न तत् ॥८०३॥ एषामुत्तरभंगास्तु जायंत एकविंशतिः । ते चैवमस्याः षड्भंग्याः प्रतिभेदावबोधकाः ॥८०४॥ स्थाप्या अधस्तादेष्वंकाः क्रमात्कोष्टेषु षट्स्वपि । एकको द्वौ त्रिकावेको द्विकः षट्कद्वयं ततः ॥ ८०५ ॥ अयं भावः - भंगो यथोक्त एवाद्ये कोष्ठे नात्रान्यसंभवः । द्वितीये तु मनोवाचौ मनोंगे वाक्तनू त्रयं ॥८०६॥ भंगानामिति शेष:,
मनोवाक्तनुभिर्व्यस्तैः स्यात्तृतीयेऽपि तत्त्रयं । करणेन कारणेन तुर्ये कोष्ठे च भिद्वयं ॥ ८०७॥ यो द्वितीयकोष्ठोक्ता योगभंगा विशेषिताः । करणेन कारणेन षड् भंगा इति पंचमे ॥ ८०८ ॥
જો એમ ન હોય તો સર્વવરિત ને દેશિવરતિમાં ભેદ જ ન પડે; તેથી ત્રિવિધ ત્રિવિધે એ ભાંગો ગૃહસ્થ માટે કહેલ નથી. ૮૦૩.
એ છ મૂળ ભંગના ઉત્તરભંગ ૨૧ થાય છે. તે ઉત્તરભંગ આવી રીતે જાણવા. ૮૦૪.
છ ભેદના છ કોઠા કરી તેની નીચે અનુક્રમે ૧-૩-૩-૨-૬-૬ મૂકવા. ૮૦૫.
પહેલા કોઠામાં ઉપર કહી ગયા પ્રમાણે એકડો જ મૂકવો, કેમકે તેનો ભંગ એક જ થાય છે. મન વચન, મન કાયા અને વચન, કાયા. એમ બે બે બીજા કોઠામાં મૂકવા. ત્રીજામાં મન, વચન, કાયા એમ ત્રણે (એકલા) મૂકવા. ચોથા કોઠામાં કરણ ને કરાવણ એ બે ભેદ મૂકવા. બીજા કોઠામાં મૂકેલા બે યોગવાળા ત્રણ ભંગને કરણ અને કરાવણ વડે વિશેષિત કરતાં છ ભંગ થાય. એ પાંચમા કોઠામાં મૂકવા. છઠ્ઠા કોઠામાં પણ કરણ અને કરાવણ વડે થએલા છ ભંગ મૂકવા. આમ ૨૧ ભંગ થયા છે.૧ ૮૦૬-૮૦૯.
આની વિશેષ સમજણ માટે આની નીચે ૨૧ ભંગ લખેલા છે.
Jain Education International
૧ પ્રથમ ૩ યોગ ને પછી ૨ કરણ એમ લેતાં નીચે પ્રમાણે ભાંગા થાય.
૧ ત્રણ યોગ અને બે કરણનો એક
૩ બે યોગ અને બે કરણના ત્રણ
ૐ બે યોગ અને એક કરણના છ
૨ ત્રણ યોગ અને એક કરણના બે
૩ એક યોગ અને બે કરણના ત્રણ
૬ એક યોગ અને એક કરણના છ
૩૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org