________________
૩૯૫
બાર પર્ષદાનું વર્ણન
अर्हतां पादमूले च सदा सन्निहितो भवेत् । प्रायो गणधरो ज्येष्ठः कदाचिदपरोऽपि वा ॥९२१॥ परं न स्वामिपादाब्ज-मेकेन गणधारिणा । भवेत्कदापि रहितं त्रिदशेनेव नंदनं ॥९२२॥ ज्येष्ठो गणी सोऽपरो वा प्रणम्य परमेश्वरान् । पार्श्वे निषीदत्यानेय्या-मन्येऽप्येवं गणाधिपाः ॥९२३॥ मुनयः केवलज्ञान-शालिनोऽथ जिनेश्वरान् । त्रिश्च प्रदक्षिणीकृत्य कृत्वा तीर्थनमस्कृतिं ॥९२४॥ यथाक्रमनिविष्टानां पृष्ठतो गणधारिणां । निषीदंति पदस्थानां रक्षतो गौरवं स्थितेः ॥९२५॥ कृतकृत्यतया ताह-क्कल्पत्वाच्च जिनेश्वरान् ।
न नमस्यंति तीर्थं तु नमंत्यर्हनमस्कृतं ॥९२६।। उक्तं च धनपालेन महात्मना -
होही मोहुच्छेओ, तुह सेवाए, धुव त्ति नंदामि । जं पुण न वंदिअव्वो, तत्थ तुमं तेण जिज्झामि ॥९२७॥
અરિહંતની પાસે નિરંતર પ્રાય: જયેષ્ઠ ગણધર રહે છે. કોઈ વખત બીજા ગણધર પણ રહે છે. ૯૨૧.
જેમ નંદનવન દેવતા રહિત નથી હોતું, તેમ તીર્થકર ભગવંત પણ ગણધર વિના હોતા નથી. ૯૨ ૨.
હવે સમવસરણમાં બાર પર્વદા કેવી રીતે બેસે છે તે બતાવે છે –
પ્રથમ જ્યેષ્ઠ ગણધર અથવા બીજા ગણધર પરમેશ્વરને પ્રણામ કરીને અગ્નિકોણમાં પ્રભુની પાસે બેસે છે. તેમની પાછળ બીજા ગણધરો બેસે છે. ૯૨૩.
કેવળજ્ઞાની મુનિઓ જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા દઈને, તેમને નમસ્કાર કરીને અનુક્રમે બેઠેલા ગણધરોની પાછળ બેસે છે. પદસ્થની સ્થિતિનું ગૌરવ તેઓ જાળવે છે. ૯૨૪–૯૨૫.
કેવળજ્ઞાનીઓ કૃતકૃત્ય થયેલા હોવાથી અને તેવો કલ્પ હોવાથી, તેઓ જિનેશ્વરને નમતા નથી, પરંતુ અરિહંતે નમસ્કાર કરેલા તીર્થને નમસ્કાર કરે છે. ૯૨૬.
ઘનપાલ મહાત્માએ કહ્યું છે કે- હે પ્રભુ તમારી સેવાથી (મારા) મોહનો ઉચ્છેદ જરૂર થશે–એમ ઘારીને હું આનંદ પામું છું, પરંતુ મોહનો ક્ષય થયા પછી આપને વંદાશે નહીં–એમ ધારીને હું ખેદ પામું છું.'.૯૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org