________________
૩૯૩
પરમાત્માનું રૂપ
आहुश्च यै: शांतरागरुचिभिः परमाणुभिस्त्वं निर्मापितस्त्रिभुवनैकललामभूत । तावंत एव खलु तेऽप्यणवः पृथिव्यां यत्ते समानमपरं न हि रूपमस्ति ॥ ९०७ ॥ ताशाच्चार्हतां रूपा - ज्जगद्वाचामगोचरात् । अनंतगुणहीना : : સ્વરૂપતો ગળધરળ: ૫૬૦૮
तेभ्यश्चाहारका देहा अनंतगुणहीनकाः । तेभ्योऽप्यनुत्तरा देवा-स्ततोऽधोऽधः क्रमात्सुराः ॥ ९०९॥ यावद्व्यंतरगीर्वाणा-स्तेभ्यश्च चक्रवर्तिनः I
वासुदेवा बलदेवा महामांडलिकाः क्रमात् ॥ ९१०॥
अनंतगुणहीनाः स्यु- स्तच्छेषास्तु नृपादयः । लोकाः सर्वेऽपि षट्स्थान - पतिता रूपतो मिथ: ૫ર્શા
अनंता १ संख्य २ संख्येय ३ - भागहीनाः परस्परं । संख्येया ४ संख्येया ५ नंत ६ - गुणहीनाः स्वरूपतः ॥९१२ ॥ ताग्रूपाश्च तेऽर्हतो मनोनयनसौख्यदाः ।
બનાનામિશમ્યા: ફ્યુ-પાશિરોપિ ચ ॥૧॥
શ્રી ભક્તામરસ્તોત્રમાં કહ્યું છે કે-‘હે ત્રણ ભુવનના અદ્વિતીય લલામભૂત પ્રભુ ! જે શાંતરાગની રુચિવાળા પરમાણુઓવડે આપનું રૂપ બનાવવામાં આવ્યું છે, તેવા પરમાણુઓ આ જગતમાં તેટલા જ હતા, જેથી આપના રૂપ સરખું રૂપ આ જગતમાં બીજું જણાતું નથી.' ૯૦૭.
જગતની વાચાને અગોચર એવા તેવા પ્રકારના અરિહંતના રૂપ કરતાં ગણધરોનું રૂપ અનંતગુણહીન હોય છે. ૯૦૮.
તે કરતાં આહા૨ક દેવ અનંતગુણહીન હોય છે, તેનાથી અનુત્તર વિમાનવાસી દેવોનું રૂપ અનંતગુણહીન હોય છે. એ પ્રમાણે નીચે નીચે ઉતરતાં યાવત્ વ્યંતર દેવોનું રૂપ અનંતગુણહીન હોય છે. તે કરતાં ચક્રવર્તીનું, વાસુદેવનું, બળદેવનું, મહામાંડલિકનું અનુક્રમે અનંત અનંતગુણહીન હોય છે. શેષ રાજાદિ સર્વ લોકોનું રૂપ અંદર અંદર ષસ્થાન પતિત હોય છે. ૯૦૯-૯૧૧.
Jain Education International
એટલે અનંતભાગહીન, અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન, અનંતગુણહીન એવા સ્વરૂપથી હોય છે. ૯૧૨.
આવા પ્રકારના રૂપવાળા અરિહંતો મન તથા નેત્રને સુખ આપે છે. લોકોને તેમની પાસે જવાની ઈચ્છા થાય, તથા તેમની વાણી સ્વીકારવાનું મન થાય તેવા હોય છે. ૯૧૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org