________________
૩૯૦
કાલલોક-સર્ગ ૩૦ एवं च विविधैर्भगैः स्वीकृतव्रतपालकाः । श्रावकाः श्राविकाश्चैषामर्हतां स्यात्परिच्छदः ॥८८५॥ साधुष्वथो गणधर-पदयोग्या भवंति ये । उत्पत्तिनाशधौव्यार्था त्रिपदी शिक्षयंति तान् ॥८८६।। अधीत्य त्रिपदीं तेऽपि मुहूर्ताबीजबुद्धयः । रचयंति द्वादशांगी विचित्ररचनांचितां ॥८८७॥ ततः सौगंधिकरल-चूर्णस्थालं करे धृतं । शक्रः पुरो ढोकयति पदस्थापनहेतवे ॥८८८॥ तिष्ठंति चा वनताः पदयोग्याः पुरोऽर्हतां । गंधवासांस्तच्छिरस्सु क्षिपंते मुष्टिभिर्जिनाः ॥८८९॥ ददते सूरिमंत्रं च तेभ्यस्तीर्थप्रवर्तकाः । द्रव्यक्षेत्रकालभावै-स्तीर्थानुज्ञां च कुर्वते ॥८९०॥ कुर्वंति सर्वे शक्राद्या देवाः पदमहोत्सवं ।
वर्यंस्तूर्यत्रिकैर्हर्ष-प्रकर्षोल्लसदाशयाः ॥८९१॥ આ પ્રમાણે વિવિધ પ્રકારના ભંગોવડે ગ્રહણ કરેલા વ્રતોને જે પાળે છે, તેવા શ્રાવક અને શ્રાવિકાઓ અરિહંતની પર્ષદા હોય છે. ૮૮૫.
હવે સાધુઓમાં ગણધરપદને યોગ્ય જે હોય, તેમને ઉત્પત્તિ, નાશ અને ધ્રૌવ્ય અર્થવાળી ત્રિપદી ભગવંત શીખવે છે. ૮૮૬.
તે ત્રિપદીનો અભ્યાસ કરીને તેઓ પણ બીજબુદ્ધિવાળા હોવાથી મુહૂર્તમાં (બે ઘડીમાં) વિચિત્ર રચનાયુક્ત એવી દ્વાદશાંગીને રચે છે. ૮૮૭.
ત્યારપછી ગણધરપદની સ્થાપના માટે ઈદ્ર સૌગંધિક પદાર્થોથી ભરેલો રત્નનો થાળ હાથમાં લઈને પ્રભુની પાસે ધરે છે. ૮૮૮.
તે વખતે પદને યોગ્ય એવા ગણધર ભગવંતો અર્ધા નમીને અરિહંતની સામે ઊભા રહે છે. તેમના મસ્તક ઉપર જિનેશ્વર મુઠી ભરીને સુગંધી વાસક્ષેપ નાખે છે. ૮૮૯.
તીર્થના પ્રવર્તક તીર્થકરો તેઓને સૂરિમંત્ર આપીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી તીર્થની અનુજ્ઞા પણ આપે છે. ૮૯૦.
તે વખતે ઈદ્રાદિ સર્વ દેવો ત્રણે પ્રકારના શ્રેષ્ઠ વાજિંત્રો વગાડવાપૂર્વક અત્યંત હર્ષ અને ભાવોલ્લાસ સહિત પદ મહોત્સવ કરે છે. ૮૯૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org