________________
૩૬૨
કાલલોક-સર્ગ ૩૦
पोषं धर्मस्य धत्ते य-त्तद्भवेत्पौषधव्रतं । आहार १ देहसत्कारा-२ ब्रह्म ३ व्यापार ४ वर्जनं ॥७१६॥ चतुर्विधः स्यादाहारो-ऽशनं तत्रौदनादिकं । पानं सुराखिलं चांबु सौवीरप्रभृतीन्यपि ॥७१७॥ खादिमं भृष्टधान्यानि द्राक्षादीनिफलान्यपि । स्वादिमं तु लवंगैलापूगजाती फलादिकं ॥७१८॥ कृते चतुर्विधाहार-त्याग आहारपौषधः । सर्वतः स्यानिर्विकृत्या चाचाम्लादौ तु देशतः ॥७१९।। एवमन्येऽपि त्रयः स्युर्देशसर्वत्वयोर्द्विधा । आद्य एव हि भेदे त-व्यवहारस्तु सांप्रतं ॥७२०॥ सदा क्वचिद्वा दिवसे साधूनां दानपूर्वकं । भुज्यते यत्तदतिथि-संविभागाभिधं व्रतं ॥७२॥ महाव्रतापेक्षयाद्य-पंचव्रत्या मताणुता ।
तद्गुणाधायकत्वेन गुणता चोत्तरत्रये ॥७२२।। ધર્મનું જે પોષણ કરે, તે પૌષધ કહેવાય, તે ચાર પ્રકારે છે–આહારપૌષધ, દેહસત્કારપૌષધ, બ્રહ્મચર્યપૌષધ ને અવ્યાપાર પૌષધ. ૭૧૬.
આહારના ચાર પ્રકારમાં અશન તે ઓદનાદિક, પાનશબ્દથી સુરા, સર્વ જાતના પાણી અને સૌવીર વિગેરે. ૭૧૭.
ખાદિમ એટલે ભુજેલા ધાન્યો, દ્રાક્ષાદિ ફળો અને સ્વાદિમ એટલે લવિંગ, એલચી, સોપારી, જાયફળ વિગેરે. ૭૧૮.
આ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવાથી સર્વથી આહાર પૌષધ અને આયંબિલ, નવી વિગેરે કરવા તે દેશથી આહારપૌષધ. ૭૧૯.
એ પ્રમાણે બીજા ત્રણે પૌષધ પણ સર્વથી ને દેશથી એમ બે પ્રકારે છે; પરંતુ હાલ વ્યવહાર આહારપૌષધ જ દેશથી ને સર્વથી કરવાનો છે. બીજા ત્રણે પૌષધ સર્વથી જ કરાય છે. (આ ત્રીજું શિક્ષાવ્રત છે.) ૭૨૦.
દરરોજ અથવા કોઈ દિવસે સાધુને દાન દેવાપૂર્વક ભોજન કરવું, તે અતિથિસંવિભાગ નામનું ચોથું શિક્ષાવ્રત છે. ૭૨૧.
મહાવ્રતોની અપેક્ષાએ પ્રથમનાં પાંચ વ્રતોમાં વ્રતોની અલ્પતા છે અને તે વ્રતોમાં ગુણોનું સ્થાપન કરનાર હોવાથી ત્યારપછીના ત્રણ ગુણવ્રત કહેવાય છે. ૭૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org