________________
શિક્ષાવ્રત.
૩૬૧ चतुर्भेदादित्यनर्थ-दंडाद्यद्विनिवर्त्तनं ।। श्रावकाणां तदाख्यातं तार्तीयीकं गुणवतं ॥७१०॥ विषयाश्च कषायाश्च निद्रा च विकथापि च । मद्यं चेति परित्याज्याः प्रमादाः पंच सात्त्विकैः ॥७११॥ राज्ञां स्त्रीणां च देशानां भक्तानां विविधाः कथाः । संग्राम १ रूप २ सद्वस्तु ३-स्वादा ४ द्या विकथाः स्मृताः।।७१२।। मुहूर्तावधि सावध-व्यापारपरिवर्जनं । आद्यं शिक्षाव्रतं सामायिकं स्यात्समताजुषां ॥७१३॥ देशावकाशिकं नाम दिक्संक्षेपो दिनं प्रति ।
चतुर्दशानां संक्षेपो नियमानामुतान्वहं ॥७१४॥ ते चामी-सचित्त १ दव्व २ विगई ३ वाणह ४ तंबोल ५ वत्य ६ कुसुमेसु ७ । वाहण ८ सयण ९ विलेवण १०-बंभ ११ दिसि १२ न्हाण १३ भत्तेसु १४ ॥७१५॥
પ્રકારના અનર્થદંડથી વિરમવું, તે શ્રાવકનું ત્રીજું ગુણવ્રત કહ્યું છે. ૭૦૯-૭૧૦.
મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા–એ પાંચ પ્રમાદો સાત્ત્વિક મનુષ્યોએ તજવા. ૭૧૧.
રાજકથા, સ્ત્રીકથા, દેશકથા અને ભક્ત (ભોજન) કથા-આ ચાર પ્રકારની વિવિધકથા તેમ જ સંગ્રામકથા, રૂપકથા, સસ્તુકથા ને સ્વાદકથા વિગેરે વિકથાઓ કહેલી છે. (અર્થાત રાજાની સંગ્રામકથા, સ્ત્રીની રૂપકથા, દેશમાં રહેલી જુદી જુદી વસ્તુઓની કથા અને ભોજનની શુભાશુભ સ્વાદુપણાની કથા–આ પ્રમાણે સમજવું.) ૭૧૨.
એક મુહૂર્ત (બે ઘડી) સુધી સાવદ્ય વ્યાપારનું વર્જન, તે સમતાયુક્ત જીવોને માટે સામાયિક નામનું પહેલું શિક્ષાવ્રત કહ્યું છે. ૭૧૩.
દેશાવગાશિક નામનું બીજું શિક્ષાવ્રત છે, તેમાં દરરોજ દિશાનો સંક્ષેપ કરવામાં આવે છે, તેમ જ ચૌદ નિયમોનો પણ સંક્ષેપ કરવામાં આવે છે. ૭૧૪.
તે ચૌદ નિયમ આ પ્રમાણે છે–૧ સચિત્ત, ૨ દ્રવ્ય, ૩ વિગઇ, ૪ ઉપાન, ૫ તંબોળ, ૬ વસ્ત્ર, ૭ કુસુમ, ૮ વાહન, ૯ શયન, ૧૦ વિલેપન, ૧૧ બ્રહ્મચર્ય, ૧૨ દિશિ, ૧૩ સ્નાન, ૧૪ ભાત પાણી (આહાર) ૭૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org