________________
૩૫૦
તથી –
કાલલોક-સર્ગ ૩૦ देवा दैवीं नरा नारी शबराश्चापि शाबरी । तिर्यंचोऽपि च तैरश्चीं मेनिरे भगवगिरं ॥६३८॥ यथा जलधरस्यांभ आश्रयाणां विशेषतः । नानारसं भवत्येवं वाणी भगवतामपि ॥६३९।। स्यात्प्रभोर्मूलभाषा च स्वभावादर्द्धमागधी । स्यातां द्वे लक्षणे ह्यस्यां मागध्याः प्राकृतस्य च ॥६४०॥ येनैकेनैव वचसा भूयसामपि संशयाः । छियंते वक्ति तत्सार्वो ज्ञाताशेषवचोविधिः ॥६४१।। क्रमच्छेदे संशयाना-मसंख्यत्वाद्वपुष्मतां । असंख्येनापि कालेन भवेत्कथमनुग्रहः ॥६४२।। शब्दशक्तेर्विचित्रत्वात्संतीशि वचांसि च । प्रयुक्तैरुत्तरं यत्स्या-युगपद्भूयसामपि ॥६४३॥ सर:शरस्वरार्थेन भिल्लेन युगपद्यथा । सरो नत्थि त्ति वाक्येन प्रियास्तिस्त्रोऽपि बोधिताः ॥६४४॥
સર્વ ભાષામાં પરિણમનારી એવી જિનેશ્વરભગવંતની વાણીની અમે ઉપાસના કરીએ છીએ. ૩૭.
તથા–દેવો દૈવી, મનુષ્ય, મનુષ્ય સંબંધી, શબરો (ભીલો) શાબરી અને તિર્યંચો તિર્યંચોની ભાષા તરીકે ભગવંતની વાણીને માને અર્થાત્ સમજે છે. ૩૮.
જેમ જળધર (વરસાદ)નું પાણી આશ્રય વિશેષથી જુદા જુદા સ્વાદવાળું થાય છે, તેમ ભગવંતની વાણી માટે પણ સમજવું. ૩૯.
પ્રભુની મૂળ ભાષા તો સ્વભાવે અર્ધમાગધી છે, એટલે તેમાં માગધી ને પ્રાકૃત બે ભાષાનો સમાવેશ થાય છે. ૬૪૦. - જે એક જ વચનવડે અનેકના સંશય નાશ પામે તેવું વચન, વાણીના સમસ્ત વિધિને જાણનારા સર્વજ્ઞ બોલે છે. ૬૪૧.
પ્રાણીઓ અસંખ્ય હોવાથી જો તેમના સંશયનો ક્રમથી છેદ થાય, તો અસંખ્ય કાળે પણ તે સર્વનો અનુગ્રહ કેમ થાય ? (ન થાય) ૬૪૨.
શબ્દશક્તિની વિચિત્રતા હોવાથી એવી વાણીનો પ્રયોગ કરવામાં આવે છે, કે જે બોલવાથી સમકાળે ઘણાઓના પ્રશ્નોના ઉત્તરો મળી જાય છે. ૬૪૩.
સર, શર ને સ્વરના અર્થમાં ભિલ્લે સરો નત્યિ એવા વાકયવડે ત્રણે સ્ત્રીઓને એક સાથે સમજાવી દીધી હતી. ૬૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org