________________
उ४८
लिलो -सग 30
साधारणेऽयं समव-सरणे कथितो विधिः । सर्वमेकोप्यदः कुर्यात्कश्चिद्भक्त्या सुरो महान् ॥६२७॥ हर्षोत्कर्षात्सिंहनादं तत्र कुर्वति नाकिनः । समापतंतः स्वर्गेभ्यो वादयंति च दुंदुभीः ॥६२८।। तत्र सूर्योदये स्वामी द्वयोः कनकपद्मयोः । क्रमेण स्थापयन्पादौ सुरसंचार्यमाणयोः ॥६२९॥ अन्वीयमानः शेषैश्च सप्तभिः स्वर्णपंकजैः । एवं निजपदन्यास-कृतार्थितनवांबुजः ॥६३०॥ पूर्वद्वारेण समव-सरणे प्रविशत्यथ । प्रदक्षिणीकृत्य पूर्व-सिंहासने निषीदति ॥६३१।। पादपीठन्यस्तपादः कृततीर्थनमस्कृतिः ।। विधत्ते देशनां स्वामी गंभीरमधुरध्वनिः ॥६३२॥ तीर्थं नाम श्रुतज्ञानं यद्वा संघश्चतुर्विधः । आद्यो वा गणभृत्तेन तीर्यते यद्भवांबुधिः ॥६३३॥
આ સર્વ વિધિ સાધારણ સમવસરણ માટે કહ્યો છે. બાકી તો કોઈ મહાન દેવ ભક્તિથી આવે, તો તે એકલો પણ બધું કરી શકે છે. ૨૭.
હર્ષના ઉત્કર્ષથી ત્યાં દેવો સિંહનાદ કરે છે અને સ્વર્ગમાંથી ઉતરતા દુંદુભિ વગાડે છે. ૨૮.
ત્યાં સૂર્યોદયે સ્વામી દેવો દ્વારા સંચરિત બે સુવર્ણકમળ પર પગ દેતા દેતા અને બાકીના સાત કમળો પછવાડે ચાલતાં અનુક્રમે તેમાંથી બે બે આગળ આવવાથી નવે કમળોને પાદસ્થાપનવડે કૃતાર્થ કરતા, પૂર્વદ્વારવડે સમવસરણમાં પ્રવેશ કરે છે અને (મણિપીઠને) પ્રદક્ષિણા દઈને પૂર્વસિંહાસન પર બેસે છે. પાદપીઠ ઉપર પગ સ્થાપન કરે છે, તીર્થને નમસ્કાર કરે છે અને ગંભીર તેમ જ મધુર ધ્વનિવડે સ્વામી દેશના આપે છે. ૨૯-૬૩૨
અહીં તીર્થ શબ્દથી શ્રુતજ્ઞાન અથવા ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર સમજવા, તેમ જ જેનાથી સંસારસમુદ્ર તરીએ તે તીર્થ, એવી તેની વ્યુત્પત્તિ સમજવી. ૩૩.
१. यारे नियन। भगाने ४३ तेवा.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org