________________
૩૪
M
तथाहु: तवोर्ध्वमूर्ध्वं पुण्यर्द्धि-क्रमसब्रह्मचारिणी । छत्रत्रयी त्रिभुवन-प्रभुत्वप्रौढिशंसिनी ॥६१८ ॥ प्रतिसिंहासनं चंद्र - चारुचामरधारिणौ । सुरौ द्वौ द्वावुभयतः सर्वालंकारभासुरौ ॥ ६१९ ॥ सिंहासनस्य पुरतः सुवर्णकमलस्थितं । चतुर्दिशं धर्मचक्रमेकैकं भानुजित्वरं ॥ ६२० ॥
तस्याशोकस्य मूले च देवच्छंदोऽर्हतां भवेत् । सिंहासनानि चत्वारि तत्र च स्युश्चतुर्दिशं ॥ ६१४ ॥ तानि स्वर्णमयान्युद्य-द्रनालीखचितानि च । जिनं द्रष्टुं क्लृप्तलक्षा - क्षाणीवानेकहीरकैः ॥ ६१५ ।। पुरश्चैकैकमुद्योति-रत्नज्योतिर्भरैर्लसत् । पादपीठं धृतोल्लास - मिवार्हस्पदसंगमे ॥ ६१६ ॥ प्रतिसिंहासनं प्रौढ - च्छत्राणां स्यात्त्रयं त्रयं । उपर्युपरिसंस्थायि-मौक्तिकश्रेण्यलंकृतं ।।६१७।।
તે અશોકવૃક્ષના મૂળમાં નીચે અરિહંતનો દેવ ંદો (ઉપદેશ દેવાનું સ્થાન) હોય છે. ત્યાં ચારે દિશામાં ચાર સિંહાસન હોય છે. તે સિંહાસન સ્વર્ણમય, ઉદ્યોતવાળા રત્નો જડેલા અને જિનેશ્વરને જોવા માટે કરેલા લાખો નેત્રો જ જાણે હોય એમ અનેક હીરાવાળા હોય છે. ૬૧૪-૬૧૫.
કાલલોક-સર્ગ ૩૦
તે સિંહાસન આગળ એક–એક ઉદ્યોતવાળા રત્નોની જ્યોતિનાં સમૂહથી શોભતું પાદપીઠ હોય છે, તે જાણે અરિહંતના પગના સમાગમથી ઉલ્લાસવાળું થયું હોય, એમ જણાય છે. દરેક સિંહાસન ઉપર તે ઉપરાઉપર રહેલા અને મોતીઓની શ્રેણિઓથી અલંકૃત ત્રણ–છત્રો હોય છે. ૬૧૬–૧૭.
કહ્યું છે કે—‘હે પ્રભુ ! ઉપર ઉપર પુણ્યદ્ધિના ક્રમે મોટા મોટા ત્રણ છત્રો તમારી ત્રિભુવનના પ્રભુત્વની મોટાઈને કહે છે. ૬૧૮.
દરેક સિંહાસને ચંદ્ર સમાન ઉજ્જળ ચામરધારી બે બે દેવો બંને બાજુ હોય છે, તે દેવો સર્વ અલંકારથી શોભતા હોય છે. ૬૧૯.
Jain Education International
સિંહાસનની આગળ સુવર્ણકમળ ઉપર રહેલું એવું ધર્મચક્ર—ચારે દિશામાં એક એક હોય છે. સૂર્યની કાંતિથી પણ અધિક તેજસ્વી હોય છે. ૬૨૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org