________________
૩૪૫
જિનેશ્વરથી ચૈત્યવૃક્ષ કેટલા ગણું હોય?
अत्र श्रीवीरचैत्यवृक्षाशोकवृक्षयोः समुदितयोभत्रिंशद्धनुर्मानत्वमुक्तं शेषाणामप्यर्हतां स्वस्वशरीरमानाद् द्वादशगुणत्वं चैत्यतरूणामूचे तथापि पूर्वोक्तानुपपत्तिस्तदवस्थैव । पंचधनु:शतोच्चाया वप्रभित्तेरुपरि भूत्वा तच्छाखानां बहिःप्रसरणस्य दुरुपपादत्वात्,
जिनांगानि हि उत्सेधांगुलेन पंचधनु:शतादिमानानि स्युः, वप्रभित्तिस्तु वर्तमानजिनात्मांगुलेन पंचधनुःशतमानेत्यादि सम्यक् चिंतनीयं, तेन यदि दिव्यानुभावाद्वप्रभित्तिमध्यभागेनाशोकचैत्यवृक्षाणां शाखाः प्रथमवप्रादहिः प्रसपैयुस्तदा किमनुपपन्नं स्यादित्यवधाएँ । अन्यथा वा यथागमं परिभावनीयमिदमिति ।
न्यग्रोधाद्या अमी ज्ञानो-त्पत्तिवृक्षा यथायथं । सर्वेषामर्हतां भाव्या अशोकोपरिवर्तिनः ॥६१३॥
અહીં શ્રીવીરપરમાત્માનું ચૈત્યવૃક્ષ અને અશોકવૃક્ષ મળીને ૩૨ ધનુષ્યનું માન કહ્યું. બાકીના પ્રભુનું વસ્વશરીરના માનથી બારગણું ચૈત્યવૃક્ષ કહ્યું, તથાપિ પૂર્વે કહેલી અનુપપત્તિ (અશોકવૃક્ષની પહેલા રત્નના ગઢથી બહાર નીકળવાની અશક્યતારૂપ) તો કાયમ રહી છે, કેમકે પાંચ ધનુષ્ય ઊંચી ગઢની ભીંતની ઉપર થઈને તેની શાખાનું બહાર પ્રસાર પામવું, તે ઘટતું નથી.
જિનેશ્વરના શરીર ઉત્સધાંગુલથી પાંચશે ધનુષ્ય વિગેરે પ્રમાણવાળા છે અને ગઢની ભીંત તો વર્તમાન જિનના આત્માગુલથી પાંચશે ધનુષ્ય પ્રમાણ છે. ઈત્યાદિ સભ્યપ્રકારે ચિંતવવા યોગ્ય છે.
તેથી જો દિવ્યાનુભાવથી ગઢની ભીંતના મધ્ય ભાગમાંથી અશોક ને ચૈત્યવૃક્ષોની શાખા પ્રથમના ગઢની બહાર પ્રસરે, તો શું વાંધો આવે, તે વિચારી જોવું. અથવા જેમ આગમમાં કહ્યું છે, તેમ વિચારણા કરવી.૧ ઉપર ન્યગ્રોધાદિ જે જ્ઞાનોત્પત્તિ વૃક્ષો કહ્યા છે, તે યથાયોગ્યપણે સર્વે અરિહંતના અશોકવૃક્ષોની ઉપર સમજી લેવા. ૧૩.
૧ સમવસરણના ગઢની ભીંતો પ્રભુના આત્માંગુલથી ૫૦૦ ધનુષ્યની ન હોય પણ મધ્યની મણિપીઠિકા જેમ પ્રભુના શરીરપ્રમાણ ઊંચી હોય છે, તેમ શરીરપ્રમાણ ઊંચી હોય, તો પ્રથમ પ્રભુના સમવસરણ માટે ૫૦૦ ધનુષ્ય કહેવામાં વાંધો આવે નહીં અને અશોકવૃક્ષ એક યોજન વિસ્તાર પામવામાં પણ અટકે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org