________________
૨૮૩
દેવલોકની ઘંટાઓ તથા વિમાનોના નામ
सर्वेप्यागच्छंति मेरुपर्वतं सपरिच्छदाः । विशेषो योऽत्र घंटादिनाम्नां सोऽथ निरूप्यते ॥१९॥ तृतीये पंचमे स्वर्गे सप्तमे दशमेऽपि च ।। घंटा सुघोषाथ हरि-नैगमेषी पदातिराट् ॥१९२।। निर्याणमार्गचोदीच्यो गिरी रतिकरोऽपि च । भवेद्विमानसंक्षेप-स्थानं सौधर्मराजवत् ॥१९३॥ तुर्ये षष्ठेऽष्टमेऽथ द्वादशे स्वर्गे बिडौजसा ।। घंटापत्तीशनामादि पूर्वोक्तं शूलपाणिवत् ॥१९४॥ पालकः १ पुष्पकः २ सौम-नसः ३ श्रीवत्ससंज्ञकः ४ । नंद्यावर्त्तः ५ कामगम-६ स्तथा प्रीतिगमोऽपि ७ च ॥१९५।। मनोरमश्च ८ विमलः ९ सर्वतोभद्र १० इत्यमी । क्रमाद्दशानामिंद्राणां प्रोक्ता यानविमानकाः ॥१९६॥ तत्तन्नाम्ना तदध्यक्षाः प्रोक्ता देवा अपि श्रुते । सामानिकादयस्त्वेषां विज्ञेयाः क्षेत्रलोकतः ॥१९७॥
આ બધા ઈદ્રો પરિવાર સહિત મેરુપર્વત પર આવે છે. એમાં ઘંટાનાં નામો વિગેરેમાં ફેરફાર છે તે કહીએ છીએ. ૧૯૧.
ત્રીજા, પાંચમા, સાતમા ને દશમા દેવલોકમાં સુઘોષા ઘંટા અને પાયદળનો સેનાપતિ હરિનૈગમેલી છે. ૧૯૨.
નીકળવાનો માર્ગ ઉત્તર દિશામાં અને રતિકર પર્વત જ સૌધર્મેદ્રની જેમ વિમાનને સંક્ષેપવાનું સ્થાન છે. ૧૯૩.
ચોથા, છઠ્ઠા, આઠમા ને બારમા સ્વર્ગમાં ઈદ્રોની ઘંટાનું ને પાયદળના સેનાપતિનું નામ વિગેરે પ્રથમ કહેલા ઈશાનંદ્ર પ્રમાણે છે. ૧૯૪.
પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવત્સ, નંદ્યાવર્ત, કામગમ, પ્રીતિગમ, મનોરમ, વિમળ ને સર્વતોભદ્ર એ દશ અનુક્રમે દશ ઈદ્રોના વિમાનનાં નામો છે. ૧૯૫-૧૯s.
તેમ જ તે તે નામના તેના અધ્યક્ષ દેવો પણ શાસ્ત્રમાં કહ્યા છે. તેના સામાનિક વિગેરે દેવોની સંખ્યા ક્ષેત્રલોકથી જાણવી. ૧૯૭.
હવે ભવનપતિ માટે કહે છે–ચમરેંદ્રની ઘંટા ઓઘસ્વરા નામની છે. પદાતિ નાયક તુમ નામનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org