________________
શુક્લધ્યાનનાં ભેદોનું સ્વરૂપ
न च स्याद्व्यंजनादर्थे तथार्थाद्व्यंजनेऽपि च । विचारोऽत्र तदेकत्व - वितर्कमविचारी च ॥४९१॥ मनः प्रभृतियोगना--मप्येकस्मात्परत्र नो । विचारोऽत्र तदेकत्व - वितर्कमविचारि च ॥ ४९२ ॥ इदं ह्येकत्र पर्याये योगचांचल्यवर्जितं । चिरमुज्जृंभते दीप्रं निर्वातगृहदीपवत् ॥४९३ ॥
તથાદુ: जं पुण सुनिप्पकंपं निवायसरणप्पईवमिव चित्तं । उप्पायठिईभंगा - इयाणमेगंमि पज्जाए ॥ ४९४ ॥ अवियारमत्थवंजण - जोगंतरओ तयं बिइयसुक्कं । पुव्वगयसुयालंबण - मेगत्तवियारमवियक्कं ॥ ४९५॥ क्रियोच्छ्वासादिका सूक्ष्मा ध्याने यत्रास्ति कायिकी । निवर्त्तते न यत्सूक्ष्म - क्रियं चैवानिवर्ति तत् ॥ ४९६॥ स्याद्वर्द्धमान एवात्र परिणाम : क्षणे क्षणे । न हीयमानस्तदिदमनिवर्त्ति प्रकीर्त्तितं ॥ ४९७ ॥
-
તેમાં વ્યંજનથી અર્થમાં કે અર્થથી વ્યંજનમાં વિચારનો ફેરફાર થતો નથી તેથી તે એકત્વવિતર્કઅવિચાર નામનું કહેવાય છે. ૪૯૧.
૩૨૭
એમાં મન વિગેરે યોગનો પણ એકમાંથી બીજામાં ફેરફારરૂપ વિચાર વર્તતો નથી. તેનો પણ એકત્વવિતર્કઅવિચારમાં જ સમાવેશ છે. ૪૯૨.
અહીં એક પર્યાયમાં યોગની ચંચળતા વિનાનું હોવાથી પવન વિનાના ઘરમાં રહેલ સ્થિર દીપક જેવું દેદીપ્યમાન શુક્લધ્યાન ચિરકાલ સુધી વિસ્તાર પામે છે—વર્તે છે. ૪૯૩.
કહ્યું છે, કે– જે અતિ પવન વિનાના મકાનમાં રહેલા અત્યંત સ્થિર દીપકની જેમ જે ચિત્ત ઉત્પાદ, વ્યયની સ્થિતિમાંથી કોઈ એક પર્યાયમાં પૂર્વગત શ્રુતને અનુસારે સ્થિર રહ્યું હોય, તેમાંથી એક પર્યાયનો જ વિચાર હોય. વ્યંજન અને અર્થનો કે યોગાન્તરનો ફેરફાર જેમાં ન થતો હોય, તે એકત્વવિતર્કઅવિચાર નામનું શુક્લ, ધ્યાન છે. ૪૯૪-૪૯૫.
જે ધ્યાનમાં કાયા સંબંધી ઉદ્દવાસાદિ સૂક્ષ્મ ક્રિયા વર્તે છે અને જે અટકતી નથી, તે સૂક્ષ્મક્રિયાઅનિવર્તિ નામનું ત્રીજું શુક્લધ્યાન છે. ૪૯૬.
Jain Education International
આ ધ્યાનમાં ક્ષણે ક્ષણે પરિણામ વર્ધમાન હોય છે. હીયમાન હોતા નથી, તેથી આને અનિવર્તિ કહેલ છે. ૪૯૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org