________________
૩૩૧
અનુપ્રેક્ષાઓ શુક્લધ્યાન અંગે
क्षणभंगुरसंपत्ते-र्विरूपस्य भवस्य यत् ।
विभावनाऽशुभत्वानुप्रेक्षा सा परिकीर्त्तिता ॥५१९।। तथाहि - धि द्धी संसारो जंमि जुआणो परमरूवगब्बियओ ।
मरिऊण जायइ किमी तत्येव कलेवरे नियए ॥५२०॥ कषायेभ्योऽथाश्रवेभ्यः प्रमादविषयादितः ।
अपायभावनापाया-नुप्रेक्षा सा प्रकीर्तिता ॥५२॥ यथा - कोहो य माणो य अणिग्गहीया माया य लोहा य पवड्ढमाणा ।
चत्तारि एए कसिणा कसाया सिंचंति मूलाइं पुणब्भवस्स ॥५२२॥ इत्यादि इदं चार्थतः प्रायस्तृतीयांगगतं ।
आद्येऽथ शुक्लध्यानस्य ध्याते भेदद्वयर्हतां । घातिकर्मक्षयादावि-र्भवेत्केवलमुज्ज्वलं ॥५२३॥ ततो जानंत्यनंतानि द्रव्याणि विविधानि ते । त्रैकालिकांश्च पर्यायान् प्रतिद्रव्यमनंतकान् ॥५२४॥ सर्वेषामपि जानंति जीवानामागतिं गतिं ।
स्थितिं चेतश्चिंतितं च कृतं भुक्तं निषेवितं ॥५२५॥ ક્ષણભંગુર એવી સંપત્તિની તેમજ વિરૂપ એવા સંસારની જે વિચારણા તે ત્રીજી અશુભત્વ અનુપ્રેક્ષા કહી છે. પ૧૯.
તે આ પ્રમાણે–“આ સંસારને ધિક્કાર છે, ધિક્કાર છે ! કે જેમાં પરમરૂપગર્વિત યુવાન મરણ પામીને પોતાના જ કલેવરમાં કૃમિ તરીકે ઉત્પન્ન થાય છે. પ૨૦.
કષાયો, આશ્રવો, પ્રમાદ અને વિષયાદિ એ અપાયના કારણો છે, એવી જે ભાવના તે અપાયાનુપ્રેક્ષા ચોથી કહી છે. પર૧.
તે આ પ્રમાણે–નિગ્રહ નહીં કરેલા અને વધતા એવા ક્રોધ, માન, માયા અને લોભ-એ ચારે કાળા કષાયો પુનર્ભવના મૂળને સીંચે છે. ઈત્યાદિ પર૨.
આ પ્રમાણે અર્થથી પ્રાયઃ ત્રીજા અંગ (ઠાણાંગ)માં કહેલ છે.
આ ચારમાંથી પ્રથમના શુક્લધ્યાનના બે ભેદનું ધ્યાન થયા બાદ અરિહંતને ઘાતિ-કર્મનો ક્ષય થવાથી ઉજ્વળ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. પર૩.
તેથી વિવિધ પ્રકારના અનંત દ્રવ્યો તથા તે દરેક દ્રવ્યનાં ત્રણે કાળના અનંત પર્યાયોને જાણે છે. પ૨૪.
સર્વ જીવોની ગતિ–આગતિ ને સ્થિતિ, તથા મનની વિચારણા, તથા કરેલું, ભોગવેલું ને સેવેલું સર્વ જાણે છે. પર૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org