________________
સમવસરણની રચનાનું વર્ણન
333
तत्र रूप्यमयं वप्रं कुर्वते भवनाधिपाः । सहस्रैर्दशभिः प्राप्यं सोपानानां भुवस्तलात् ॥५३३॥ तच्च सोपानमेकैक-मेकहस्तपृथूच्छितं । भुमेर्द्धनुःसहने द्वे साढे तेषां समुच्छ्रयः ॥५३४॥ तस्य वप्रस्य भित्तिः स्यात्पंचचापशतोच्छ्रिता । द्वात्रिंशदंगुलोपेत-त्रयस्त्रिंशद्धनुः पृथुः ॥५३५।। शोभंते कपिशीर्षाणि तस्या भित्तेरुपर्यथ । निधौतस्वर्णसारेण रचितानि स्फुरद्रुचा ।।५३६॥ तस्मिन् वप्रे च चत्वारि द्वाराणि रचयंति ते । नानारत्नमयान्युच्चै-रशाखादिमंति च ॥५३७॥ प्रतिद्वारं तोरणानां त्रयं मणिमयं सुराः । पांचालिकामणिच्छत्र-मकरध्वजमंजुलं ।।५३८॥ ध्वजांश्च मंगलान्यष्टौ पुष्पदाम्नां तथावलीः । रचयंति प्रतिद्वारं कलशान् वेदिकां तथा ॥५३९॥ युग्मं ॥ कृष्णागुरुतुरुष्कादि-धूपान् दिव्यान् समंततः ।। वितन्वतीधूपघटी-स्तन्वते निर्जरा बहूः ॥५४०॥
ત્યાં જમીનથી દશ હજાર પગથીયા ચડ્યા પછી પ્રથમ રૂપાનો ગઢ ભવનપતિના દેવો રચે છે. 433.
તે દરેક પગથીયાઓ એક-એક હાથ ઊંચા ને પહોળા હોય છે. તેથી આ પ્રથમ ગઢ જમીનથી અઢી હજાર ઘનુષ્ય એટલે સવાગાઉ ઊંચો હોય છે. પ૩૪.
તે ગઢની ભીંતો પાંચસો ધનુષ્ય ઊંચી અને ૩૩ ધનુષ્ય ને ૩૨ આંગળ પહોળી હોય છે. પ૩૫. તે ભીંતની ઉપર દેદીપ્યમાન સારભૂત સોનાથી રચેલા કાંગરા શોભે છે. પ૩૬. તે ગઢ ઉપર જુદા-જુદા રત્નથી બનાવેલા બારસાખથી યુક્ત ચાર દ્વાર રચે છે. પ૩૭.
દરેક દ્વારે પૂતળીયો, મણિછત્ર અને મકરના ચિન્હવાળા ધ્વજથી સુંદર એવા મણિમય ત્રણ તોરણ हेपो २थे छे. ५3८.
દરેક ધારે ધ્વજાઓ, અષ્ટમંગલ, પુષ્પની માળાઓની શ્રેણિ, કળશો તથા વેદિકા રચે છે. પ૩૯. કૃષ્ણાગુરુ અને તુરુષ્કાદિ દિવ્ય ધૂપોને વિસ્તારતી એવી ઘણી ધૂપઘટીઓને દેવો રચે છે. ૫૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org