________________
૩૩૫
ગઢના પગથીઆ તેમજ દ્વારપાલિકા દેવીઓ
भित्त्युच्चत्वपृथुत्वादि ज्ञेयमस्याद्यवप्रवत् । ज्ञेया चतुर्णा द्वाराणां रचनाप्यखिला तथा ॥५४९।। जयाभिधाने देव्यौ द्वे पूर्वस्यां द्वारपालिके । श्वेतवर्णे अभयया राजमानकरांबुजे ॥५५०॥ मा भैषीरीति हस्तेन प्रसृतेन प्रदर्शनं । अभया नाम मुद्रेयं श्रुता वृद्धानुवादतः ॥५५१॥ याम्यद्वारे विजयाख्यौ देव्यौ रक्ततनुश्रुती । हस्तन्यस्तांकुशे शोभां बिभृतो द्वारपालिके ॥५५२॥ अजिते पश्चिमायां च पीते पाशोल्लसत्करे ।
मकराढ्यकरे नीले उदीच्यामपराजिते ॥५५३॥ तथोक्तं समवसरणस्तोत्रे -
जयविजयाजियअवरा-जियत्ति सिअअरुणपीअनीलाभा । बीए देवीजुअला अभयंकुसपासमगरकरा ॥५५४।। पंचाशतं धनूंषि स्यात्प्रतरोऽत्रापि पूर्ववत् ।
तिष्ठंत्यत्र च तिर्यंच: सिंहव्याघ्रमृगादयः ।।५५५।। તે ગઢની ભીંતોની ઊંચાઈ અને પહોળાઈ વિગેરે પ્રથમ ગઢ પ્રમાણે જાણવું તેમજ ચાર દ્વારની રચના પણ બધી તે જ પ્રમાણે જાણવી. ૫૪૯.
તે ગઢના પૂર્વદ્વારમાં જયા નામની બે દેવીઓ દ્વારપાલિકા તરીકે શ્વેતવર્ણવાળી અને અભયામુદ્રાથી શોભતા કરકમળવાળી હોય છે. પ૫૦.
ભય ન પામો” એમ પોતાના પ્રસાર પામતા હાથવડે જે બતાવવું તે અભયા નામની મુદ્રા છે એમ વૃદ્ધ પુરુષો પાસેથી સાંભળેલ છે. ૫૫૧.
દક્ષિણદ્વારમાં લાલવર્ણવાળી હાથમાં અંકુશથી યુક્ત, અને મનહર એવી વિજયા નામની બે દેવીઓ દ્વારપાલિકા હોય છે. પપર.
પશ્ચિમદ્વારમાં, પીળાવર્ણવાળી, હાથમાં પાશને પકડીને ઊભી રહેલી અજિતા નામની બે દેવીઓ અને ઉત્તરદ્વારમાં મકરને પકડીને ઊભેલી નીલવર્ણવાળી અપરાજિતા નામની બે દેવીઓ દ્વારપાલિકા હોય છે. પપ૩.
શ્રીસમવસરણસ્તોત્રમાં કહ્યું છે કે–બીજા ગઢમાં જયા, વિજયા, અજિતા અને અપરાજિતા એ દેવીઓના યુગલો અનુક્રમે શ્વેત, રક્ત, પીત અને નીલવર્ણવાળા અને અભયા, અંકુશ, પાશ અને મકરને હાથમાં ધારણ કરનાર હોય છે. પપ૪.
આ ગઢના પ્રારંભમાં પણ પચાસ ધનુષ્યનું પૂર્વવત્ પ્રતર હોય છે. આ ગઢમાં તિર્યંચો સિંહ, વાઘ, મૃગ વિગેરે રહે છે. પ૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org