________________
૩૩૬
કાલલોક-સર્ગ ૩૦
ऐशान्यां च भवत्यत्र देवच्छंदो मनोरमः । क्षणोत्तरक्षणेऽध्यास्ते प्रभुर्यं सुरसेवितः ॥५५६॥ अथोर्ध्वं पंचसोपानसहनातिक्रमे ततः । तृतीयः प्राप्यते वप्रो जनै विमहोदयैः ॥५५७।। एनं रत्नमयं वनं कुर्युर्वैमानिकाः सुराः । नानामणिमयैर्दप्रैिः शालितं कपिशीर्षकैः ॥५५८॥ भित्त्युच्चत्वपृथुत्वादि द्वाराणां रचनापि च । अत्रापि पूर्ववद् ज्ञेया विशेषस्त्वेष कथ्यते ।।५५९।। पूर्वस्यां द्वारपालोऽत्र सोमो वैमानिकः सुरः । जात्यचामीकरज्योति-दधानः पाणिना धनुः ॥५६०॥ दंडपाणिर्यमो याम्यां गौरांगो व्यंतरामरः ।। प्रतीच्यां पाशभृद्रक्तो ज्योतिष्को वरुणः सुरः ॥५६॥ उत्तरस्यां च धनदो भवनाधिपनिर्जरः ।
गदाहस्तः श्यामकांतिर्भवति द्वारपालकः ॥५६२॥ આ ગઢના ઈશાન ખૂણામાં મનોહર દેવચ્છેદો હોય છે, જેમાં પ્રથમ પહોરે દેશના આપ્યા પછી સુરસેવિત એવા પ્રભુ આવીને બેસે છે. પ૫૬.
આ ગઢથી ઊંચે પાંચ હજાર પગથીઆ ચડે ત્યારે ભાગ્યશાળીઓ ત્રીજા ગઢમાં પહોંચે છે. ૫૫૭.
વૈમાનિક દેવતાઓ આ ત્રીજા ગઢને રત્નથી બનાવે છે અને દેદીપ્યમાન મણિમય કાંગરાઓથી સુશોભિત બનાવે છે. પ૫૮.
એ ગઢની ભીંતની ઊંચાઈ-પહોળાઈ તથા ચારધારોની રચના પૂર્વ પ્રમાણે જ જાણવી. તેમાં જે વિશેષ છે તે કહેવાય છે. ૫૫૯.
જાતિમાને સુવર્ણ જેવા કાંતિવાળા સોમ નામના વૈમાનિક દેવ હાથમાં ધનુષ્ય ધારણ કરીને પૂર્વદિશાના દ્વારપાલ તરીકે ઊભા રહે છે. પ૬૦.
દક્ષિણદ્વારમાં ગૌર અંગવાળા વ્યતર જાતિના યમ નામના દેવ હાથમાં દંડ ધારણ કરેલા હોય છે. પશ્ચિમ દ્વારમાં વરુણ નામના રક્તવર્ણવાળા જ્યોતિષી દેવ હાથમાં પાશ લઈને ઊભા રહે છે. પ૬૧.
ઉત્તર દિશાના દ્વારમાં શ્યામકાંતિવાળા ભવનપતિનિકાયના ધનદ નામના દેવ હાથમાં ગદા ધારણ કરીને ઉભા રહે છે. (આ પ્રમાણે ત્રીજા ગઢના ચાર દ્વારપાળો હોય છે.) ૫૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org