________________
૩૧૯
આર્તધ્યાન આદિનું સ્વરૂપ
अत्रातरौद्रे दुर्थ्याने स्मृते दुर्गतिदायिनी ।
शुभध्याने पुनधर्म्य-शुक्ले स्वः शिवदायिनी ॥४३७॥ एषां स्वरूपं यथा-तत्रातस्य पीडितस्य रोगाकिंचनतादिभिः ।
लोभादिभिर्वा यद्ध्यानं तदार्तं स्याच्चतुर्विधं ॥४३८॥ शब्दादीनामनिष्टानां संबंधे सति देहिनः । ध्यानं यत्तद्वियोगस्य तदाति॑ प्रथमं भवेत् ॥४३९॥ अभीष्टानां च लब्धानां शब्दादीनां निरंतरं । अविच्छेदस्य या चिंता तद्वितीयं प्रकीर्तितं ॥४४०॥ आतंके सति तस्योप-शान्तेचिंतातृतीयकं । भुक्तानां कामभोगानां स्मरणे स्यात्तुरीयकं ॥४४१॥ अन्ये त्वाहुश्चक्रिविष्णु-सुरशक्रादिसंपदां । आशंसया निदानस्य चिंतने तत्तुरीयकं ॥४४२॥
-
અહીં આ ને રૌદ્ર બે દુર્બાન છે અને તે દુર્ગતિ આપનારા છે. ધર્મ ને શુક્લ બે શુભ ધ્યાન છે અને તે સ્વર્ગ કે મોક્ષને આપનારા છે. ૪૩૭.
એ ચાર ધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું. રોગ અને દરિદ્રતા વિગેરેથી તથા લોભાદિથી પીડાયેલ-દુઃખી થયેલ મનુષ્ય જે ધ્યાન કરે તે આર્ત કહેલું છે, તેના ચાર પ્રકારો છે. ૪૩૮.
અનિષ્ટ શબ્દાદિ વિષયોનો શરીર સાથે સંબંધ થવાથી તેનો વિયોગ કેમ થાય ? એવું ધ્યાન કરવું, તે રૂપ-અનિષ્ટ સંયોગ પ્રથમ આર્તધ્યાન છે. ૪૩૯.
અભીષ્ટ એવા શબ્દાદિ ને મળેલા નિરંતર વિષયો ટકી રહે તેનો વ્યવચ્છેદ ન થાય તો ઠીક–એમ ચિંતવવું તે ઈષ્ટ વિયોગ રૂપ બીજું આર્તધ્યાન છે. ૪૪૦.
કોઈ પણ પ્રકારનો વ્યાધિ થયો હોય તો તેની ઉપશાંતિની ચિંતા કરવી, તે રૂપ-ત્રીજું રોગ ચિંતા આર્ત ધ્યાન છે. અને ભોગવેલા કામભોગનું સ્મરણ કરવું તે ચોથું આર્ત ધ્યાન છે. ૪૪૧.
બીજાઓ એમ કહે છે કે–ચકી, વિષ્ણુ, દેવ, દેવેદ્રાદિની સંપદાની આશંસા (ઈચ્છા) વડે જે નિયાણું કરવાનું ચિંતન કરવું તે અપ્રશોચ રૂપ ચોથું આર્ત ધ્યાન છે. ૪૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org