________________
ધ્યાન અંગે
તથાદુ:
-
एवंविहा गिरा मे वत्तव्वा एरिसा न वत्तव्वा । इय वेयालिअवक्कस भासओ वाइगं झाणं ॥४२३॥ मनोवच: काययोगा-न्नयन्नेकाग्रतां मुनिः । वर्त्तते त्रिविधे ध्याने गणयन् भंगिकश्रुतं ॥४२४॥ धेष्वपीति योगेषु ध्यानवे कल निश्चि । मुख्येनैकतमेनैव व्यपदेश: स्फुटो भवेत् ||४२५ ॥ यथा सत्स्वपि दोषेषु वातपित्तकफात्मसु । यदा भवेदुत्कटो यः कुपितः स तदोच्यते ॥ ४२६॥ यथा गच्छन् राजमार्गे नृपतिस्सपरिच्छदः । गच्छत्ययं नृप इति मुख्यत्वाद्व्यपदिश्यते ||४२७॥ तथा चित्तस्य मुख्यत्वा-यानं चित्तोत्थमुच्यते । वाक्काययोस्त्वमुख्यत्वा-त्तद्ध्यानं नोच्यते पृथक् ॥४२८॥ ज्ञातविश्वस्वभावस्य निस्संगस्य महात्मनः । निर्ममस्य विरक्तस्य भवेद्ध्याने स्थिरं मनः ॥४२९ ॥
તે વિષે કહ્યું છે કે —આવા પ્રકારની (શુભ) વાણી મારે બોલવાયોગ્ય છે, અને આવી વાણી મારે બોલવાયોગ્ય નથી,આ પ્રમાણે વિચાર કરીને જે અવક્રભાષા બોલે તેને વાચિકધ્યાન જાણવું. ૪૨૩. મન, વચન, કાયાના યોગને એકાગ્ર કરતા મુનિ ભંગિકશ્રુતને ગણતા છતાં ત્રિવિધ ધ્યાનમાં વર્તે છે. ૪૨૪.
૩૧૭
આ પ્રમાણે ત્રણે પ્રકારના યોગને વિષે ધ્યાનપણું નિશ્ચિત હોવા છતાં પણ મુખ્યપણે ધ્યાનનો વ્યપદેશ જ મનથી સ્પષ્ટ થાય છે. ૪૨૫.
જેમ શરીરમાં, વાત, પિત્તને કફ એ ત્રણ દોષ હોવા છતાં જ્યારે જે દોષ ઉત્કટ હોય, તેનો જ વ્યપદેશ કરાય છે. ૪૨૬.
જેમ પરિવાર સહિત રાજા રાજમાર્ગે જતો હોય, ત્યારે રાજા મુખ્ય હોવાથી આ રાજા જાય છે એમ વ્યપદેશ કરાય છે. ૪૨૭.
Jain Education International
એ જ પ્રમાણે ચિત્તની મુખ્યતા હોવાથી ધ્યાન ચિત્તથી ઉત્પન્ન થયેલ જ કહેવાય છે. વચનને કાયાની મુખ્યતા ન હોવાથી તે બે પ્રકારના ધ્યાન જુદા કહેવાતા નથી. ૪૨૮.
જેણે વિશ્વનો સ્વભાવ જાણ્યો હોય, જે મહાત્મા નિત્સંગ, નિર્મમ અને વિરક્ત હોય, તેમનું મન જ ધ્યાનમાં સ્થિર થાય છે. ૪૨૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org