________________
૩૧૬
કાલલોક-સર્ગ ૩૦
गाढमालंबने लग्नं चित्तं ध्यानं निरेजनं । यत्तु चित्तं चलं मूढ-मव्यक्तं तन्मनो मतं ॥४१६॥ अव्यक्तानां मूर्छितानां मत्तानां स्वापमीयुषां । सद्योजाताभकाणां चा-ऽव्यक्तं मूढं भवेन्मनः ॥४१७॥ एवं ध्यानं ध्रुवं चित्तं चित्तं ध्यानं न निश्चयात् । खदिरो वृक्ष एव स्यात् स चान्यो वा तरुः पुनः ॥४१८॥ यन्मानसः परीणामः केवलो ध्यानमिष्यत । तन्मिथ्या यज्जिनैस्त्रैधे-प्वपि योगेषु तत्स्मृतं ॥४१९॥ नन्वंगमनसोः स्थैर्या-पादनात्संभवेद्विधा ।
ध्यानं कथं तृतीयं तु वाचिकं संभवेदिह ॥४२०॥ अत्रोच्यते-यथा मानसिकं ध्यान-मेकाग्रं निश्चलं मनः ।
यथा च कायिकं ध्यानं स्थिरः कायो निरेजनः ॥४२॥ तथा यतनया भाषां भाषमाणस्य शोभनां । दुष्टां वर्जयतो ध्यानं वाचिकं कथितं जिनैः ॥४२२॥
ઉત્તર :ભાવાનુપ્રેક્ષારૂપ ચિત્ત સમજવું, બહુ એવી વસ્તુઓ તે બહુ વસ્તુઓ–આત્મગત ને પરગત મન વિગેરે. તેમાં સંક્રમ–સંચરણ–એવો અર્થ હારિભદ્રીમાં કર્યો છે.
આલંબનમાં ગાઢપણે લગ્ન થઈ જાય એવું નિષ્કપધ્યાન તે ચિત્ત કહ્યું છે અને જે ચળ, મૂઢ તેમજ અવ્યક્ત હોય તે મને કહેવાય છે. ૪૧૬.
અવ્યક્ત, મૂર્શિત, મત્ત, ઊંઘમાં પડેલ અને તરતના જન્મેલા બાળકનું મન અવ્યક્તમૂઢ કહેલું છે. ૪૧૭.
એમ ધ્યાન તે તો ધ્રુવપણે ચિત્ત જ છે, પણ ચિત્ત ધ્યાનરૂપ હોય એવો નિશ્ચય નથી. જેમ ખેરનું ઝાડ તે તો વૃક્ષ છે જ પણ વૃક્ષ તે તો ખેર હોય પણ ખરો અને ન પણ હોય.” ૪૧૮.
જેઓ માનસના પરિણામને કેવળ ધ્યાન ઈચ્છે છે–માને છે તે મિથ્યા છે, કારણ કે જિનેશ્વરોએ પૂર્વે કહ્યા પ્રમાણે ત્રણ પ્રકારના યોગમાં જ ધ્યાન કહેલ છે. ૪૧૯.
પ્રશ્ન :-- એ ધ્યાન અંગની ને મનની સ્થિરતા ઉત્પન્ન કરનાર તરીકે બે પ્રકારનું સંભવે છે, પરંતુ ત્રીજું વાચિક ધ્યાન શી રીતે સંભવે ? ૨૦.
ઉત્તર :– જેમ માનસિક પ્લાન એકાગ્ર નિશ્ચળ એવું મન અને જેમ કાયિકધ્યાન નિષ્કપ સ્થિર એવી કાયા, તેમ યતના પૂર્વક સારી ભાષા બોલતાં અને દુષ્ટ ભાષાને વર્જતાં વાચિકધ્યાન જિનેશ્વરોએ કહ્યું છે. ૪૨૧-૪૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org