________________
ઈન્દ્ર મહારાજાનું મેરૂપર્વત ઉપર ગમન
૨૮૧
एकया छत्रमाधत्ते धत्ते द्वाभ्यां च चामरौ । पंचम्या वज्रमादाय पुरो गच्छति भृत्यवत् ॥१७९।। तत्पालकविमानं च रिक्तमेवानुगच्छति । स्वामिनः पादचारित्वान्नृपानुगगजादिवत् ॥१८०॥ તુ: પરિવૃત્તો વૈઃ સાનંદ્રઃ સ પુરંદ્રવ: |
ययौ मंदरमौलिस्थे कानने पांडुकाह्वये ॥१८॥ एवं च - ज्ञातार्हज्जन्मनेशान-स्वामिना शूलपाणिना ।
आदिष्टः पूर्ववत्पत्ति-प्रष्ठोऽलघुपराक्रमः ॥१८२।। सोऽपि घंटां महाघोषां वादयत्यन्विताह्वयां । उद्घोषणां च कुरुते जिनजन्मोत्सवोचितां ॥१८३।। विमानं पुष्पकं नाम पुष्पकामरसज्जितं । आरुह्योत्तरलोकार्द्ध-पतिर्गच्छति शक्रवत् ॥१८४॥ दाक्षिणात्येन निर्याण-मार्गेणोत्तीर्य सत्वरं ।
नंदीश्वरे रतिकर-गिरावीशानदिग्गते ॥१८५॥ એક રૂપવડે પાછળ છત્ર ધારણ કરે, બે રૂપવડે બે બાજુ રહી ચામર વીંજે અને પાંચમાં રૂપવડે હાથમાં વજ ધારણ કરીને સેવકની જેમ આગળ ચાલે. ૧૭૯.
સ્વામી એટલે ઈદ્ર પગે ચાલતા હોવાથી તેનું પાલક વિમાન ખાલી જ તેની પાછળ ચાલે, તે પગે ચાલતા રાજાની પાછળ તેના ગજાદિ ખાલી ચાલતા હોય તેવું લાગે. ૧૮૦.
તુષ્ટમાન એવા દેવોથી પરિવૃત એવા ઈદ્ર આનંદ સહિત મેરુપર્વતપર રહેલા પાંડુક નામના વનમાં જાય. ૧૮૧.
એ જ પ્રમાણે આસનકંપથી પ્રભુના જન્મને જાણીને શૂલપાણિ એવા ઈશાનંદ્ર પણ સીધર્મેદ્રની જેમ પોતાના પાયદળ સેનાના નાયક અલઘુપરાક્રમ નામના સેનાપતિને આજ્ઞા કરે. ૧૮૨.
તે પણ સાર્થક નામવાળી મહાઘોષા ઘંટા વગાડે અને જિનજન્મોત્સવને ઉચિત ઉદ્ઘોષણા કરે. ૧૮૩.
પછી પુષ્પક નામનો દેવ પુષ્પક નામનું વિમાન સજ્જ કરે. એટલે તેમાં બેસીને ઉત્તરાર્ધના અધિપતિ ઈશાનંદ્ર પરિવાર સાથે શકેંદ્રની જેમ ચાલે. ૧૮૪.
તે દક્ષિણ બાજુના નીકળવાના માર્ગે નીકળી, નીચે ઉતરી ઝડપથી નંદીશ્વરદ્વીપમાં આવી, ઈશાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org