________________
૩૧ ૨
કાલલોક-સર્ગ ૩૦
तपश्चारित्रकष्टानां सोढानामिह जन्मनि । फलासंदेहतः सह्यः सम्यक्त्वाख्यः परीषहः ॥३९३॥ शीतोष्णप्रभृतीनां तु वपुश्चेतस्तुदां स्वयं । परीषहत्वं विज्ञेयं स्पष्टत्वान्नेह वर्णितं ॥३९४॥ स्त्रीसप्रज्ञालोकसत्कारा अनुकूला अमी त्रयः । प्रतिकूलाश्च विज्ञेया: शेषा एकोनविंशतिः ॥३९५॥ परीषही स्त्रीसत्कारौ द्वौ स्यातां भावशीतलौ ।
૩MI[માવત: શેપ વિંશતિઃ યુઃ પરીપ: રૂદ્દા तथाहुः 'इत्थीसक्कारपरीसहो य दो भावसीअला एए' (आचा० २०२ नि०)इत्यादि अत्रानुकूलशीतलयोर्विशेषो बहुश्रुतेभ्योऽन्वेषणीय इति परीषहाः ।
उपसृज्यत एर्भियत् धर्मात्प्रच्याव्यतेऽसुमान् ।
बाधाविशेषास्ते प्रोक्ता उपसर्गा इति श्रुते ॥३९७॥ તપ–ચારિત્રાદિના કષ્ટો આ ભવમાં સહન કરવાથી તેના ફળમાં સંદેહ નહીં રાખીને સમ્યક્તપરિષહ સહન કરવો. ૩૯૩. - શીતોષ્ણ વિગેરે શરીર તેમજ ચિત્તને ખેદ આપનારા પરિષહો પોતાની મેળે જ જાણી લેવા. એ હકીકત સ્પષ્ટ હોવાથી અહીં તેનું વર્ણન કરેલ નથી. ૩૯૪.
સ્ત્રી, પ્રજ્ઞા ને લોકોનો સત્કાર એ ત્રણ અનુકૂળ પરિષહ છે, બાકીના ૧૯ પ્રતિકૂળ પરિષહો છે. ૩૯૫.
સ્ત્રી ને સત્કાર એ બે ભાવશીતળ છે અને બાકીના વીશ પરિષહ ભાવથી ઉષ્ણ છે. ૩૯૬. શ્રીઆચારાંગનિર્યુક્તિમાં કહ્યું છે કે સ્ત્રી અને સત્કાર એ બે પરિષહો ભાવથી શીતલ છે ઈત્યાદિ. અહીં અનુકૂળ ને શીતળમાં શું વિશેષ છે તે બહુશ્રુત પાસેથી જાણવું. ઈતિ પરિષહ છે
જેના વડે પ્રાણી ઉપસર્ગ પામે અને જે ધર્મથી વિમુખ કરી દે–તે પીડાવિશેષને ઉપસર્ગો સમજવા, એમ શ્રુતમાં કહ્યું છે. ૩૯૭.
૧ A જે તીવ્ર પરિણામવાળા, પ્રબલ અને વિભૂતિ સ્વરૂપ છે, તે ઉષ્ણ, અને જે મંદ પરિણામવાળા અને સામાન્ય જણાતા છે તે શીત.
B જે ઉદયમાં આવીને શરીરનું દુઃખ ઉત્પન્ન કરીને સમ્યફ સહન ન થવાથી માનસિક પીડા ઉત્પન્ન કરે તે તીવ્ર પરિણામવાળા હોવાથી ઉષ્ણ છે. ઉદયમાં આવીને મહાપુરુષને કેવળ શારીરિક દુઃખ ઉત્પન્ન કરે છે પણ માનસિક દુઃખ ઉત્પન્ન કરતા નથી તેમજ પરિણામવાળા હોવાથી ભાવથી શીત કહેવાય છે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org