________________
૩૧૩
ઉપસર્ગોનાં ચાર પ્રકાર, તેનું વર્ણન
दिव्य १ मानुष २ तैरश्चाः ३ स्वसंवेद्या ४ स्तथैव च । एकैकश्च चतुर्भेद इति ते षोडश स्मृताः ॥३९८।। हास्यात्प्रद्वेषतो वापि तृतीयः स्यात्परीक्षणात् । तुर्यः पृथग्विमात्राख्यो हास्यद्वेषादिसंकरात् ॥३९९।। स च हास्यात्समारब्धो द्वेषे यद्वा परीक्षणे । निष्ठां यायात्क्रुधारब्धो-ऽप्येवं हास्यपरीक्षयोः ॥४००। यद्वारब्धः परीक्षायै निष्ठां हास्यक्रुधोर्ब्रजेत् । एतेषां त्रिकसंयोगो-प्येवं भाव्यो मनीषिभिः ॥४०॥ मानुषा अप्येत एव भवंत्याद्यास्त्रयस्ततः । कुशीलप्रतिसेवाख्य-स्तुर्यो भोगार्थनादिजः ॥४०२॥ भयाद् द्वेषाद्भक्ष्यहेतो-रपत्यपालनाय च । इति तिर्यक्कृता ज्ञेया उपसर्गाश्चतुर्विधाः ॥४०३॥ प्रद्वेषात्क्रुद्धसर्पाद्या-स्तुदंति श्वादयो भयात् ।
आहारहेतोर्व्याघ्राद्या धेन्वाद्यास्त्रातुमात्मजान् ।।४०४।। ઉપસર્ગોના મુખ્ય ચાર પ્રકાર છે. ૧ દેવ સંબંધી, ૨ મનુષ્યસંબંધી, ૩ તિર્યચસંબંધી અને ૪ સ્વસંવે. તે દરેકના ચાર ચાર ભેદ છે. એ પ્રમાણે ૧૬ ભેદ સમજવા. ૩૮૯.
દેવસંબંધી ઉપસર્ગ હાસ્યથી, દ્વેષથી, પરીક્ષા માટે ને ચોથી પૃથક વિમાત્રાથી થાય છે. એ ચોથો ભેદ હાસ્ય–ષાદિના સંકરપણાથી થાય છે. ૩૯૯.
તે આવી રીતે-હાસ્યથી આરંભેલ હોય પણ જેનું પરિણામ પરીક્ષણમાં કે દ્વેષમાં થાય, ક્રોધથી આરંભેલ હોય પણ તે હાસ્ય કે પરીક્ષામાં પરિણામ પામે. ૪00.
તેમજ જે પરીક્ષા માટે આરંભેલ હોય પણ તે હાસ્ય કે ક્રોધમાં પરિણામ પામે. એવી રીતે ત્રિકસંયોગી ભેદ પણ બુદ્ધિમાનોએ સમજી લેવો. ૪૦૦-૪૦૧.
મનુષ્ય સંબંધી ઉપસર્ગો પણ એવા જ ત્રણ પ્રકારે, હાસ્યથી, દ્વેષથી અને પરીક્ષા માટે થાય છે અને ચોથો કુશીલ પ્રતિસેવા નામનો પ્રકાર છે, તે ભોગની પ્રાર્થનાદિથી થાય છે. ૪૦૨.
ભયથી, ષથી, ભક્ષ્ય માટે અને અપત્યપાલના માટે એમ તિર્યંચકૃત ઉપસર્ગના પણ ચાર ભેદ સમજવા. ૪૦૩.
તે આવી રીતે–પ્રષિથી સર્પાદિ સે છે, ભયથી કુતરા કરડે છે, આહાર માટે વ્યાધ્રાદિ ઉપસર્ગ કરે છે અને ગાય વિગેરે પોતાના બાળકોને બચાવવા માટે સામી થઈ જાય છે. ૪૦૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org