________________
પરિષહો કયા કર્મનાં કારણે
૩૯
एवं च ज्ञानावरणे मोहनीयांतराययोः । वेदनीये चेति कर्मचतुष्केंतर्भवंत्यमी ॥३७३॥ स्युविंशतिरप्येते सप्ताष्टकर्मबंधिनां । युगपद्विंशतिं चामून् वेदयंत्यपि जातु ते ॥३७४॥ चर्यानैषेधिकीयुग्मं युग्मं शीतोष्णयोरपि । न भवेयुगपत्तेनानुभवो विंशतेः स्मृतः ॥३७५।। ननु चात्यंतिके शीते पतति ज्वलितेऽनले ।
मध्यस्थस्यैकत: शीतं तुदत्येवोष्णमन्यतः ॥३७६।। अत्रोच्यते- शीतोष्णकालोत्थे शीतो-ष्णे एवात्र विवक्षिते ।
व्यभिचारो न तत्पूर्वो-क्तैः शीतज्वरिभिस्तथा ॥३७७॥ एवंविधो व्यतिकरो न भवेद्वा तपस्विनां । तस्माच्छीतोष्णयोर्नेक-काले संभव इष्यते ॥३७८॥
એ પ્રમાણે જ્ઞાનાવરણીય, મોહનીય, અંતરાય ને વેદનીય, એ ચાર કર્મમાં બધા પરિષહો અંતર્ભાવ પામે છે. ૩૭૩.
આ બાવીશે પરિષહો જીવને સાત આઠ કર્મ બાંધવામાં કારણ બને છે. કોઈક વખત સમકાળે એમાંથી ૨૦ પરિષદો હોઈ શકે છે. ૩૭૪.
કારણ કે ચર્યા અને નૈષેધિકી તેમ જ શીત અને ઉષ્ણ એનો અનુભવ સમકાળે થતો નથી, તેથી ૨૦ નો અનુભવ કહ્યો છે. ૩૭૫.
પ્રશ્ન :- “અત્યંત શીતનો ઉપદ્રવ થતાં બળતા અગ્નિનો કોઈ આશ્રય લે છે, તો તે એક બાજુથી શીતને વેદે છે. એ બીજી બાજુથી ઉષ્ણતાને વેદે છે; તો તેથી બે સમકાળે કેમ ન હોય?
ઉત્તર :- કે–“અહીં શીત અને ઉષ્ણતુમાં લાગતી શીત ને ઉષણતાની વિરક્ષા કરી છે, તેથી શીત જ્વરાદિવાળો મનુષ્ય તમારા કહેવા પ્રમાણે અનુભવ કરે, તો તેથી અમારા કહેવામાં વ્યભિચાર આવતો નથી. ૩૭–૩૭૭.
અથવા એવો બનાવ તપસ્વીઓને બનતો નથી, તેથી શીત ને ઉષ્ણ પરિષહ એક કાળે સંભવતા નથી.' ૩૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org