________________
૨૯૩
પ્રભુના માતા-પિતા દ્વારા પ્રભુના જન્મ અંગેનો આચાર
अनेकैः स्वर्णरजत-रत्नांबरविभूषणैः । अनर्गलं दीयमानैः पूरितार्थिमनोरथं ॥२६३॥
आदित एकादशभिः कुलकं । अतुच्छोत्सवसच्छाये-ष्वहस्स्वेकादशस्विति । अतिक्रांतेष्वथामंत्र्य स्वजनान् भोजनादिभिः ॥२६४॥ संतोष्याथो तत्समक्षं गुणस्वप्नाद्यपेक्षया । अहंतां स्थापयेन्नाम पिता भद्रंकराक्षरं ॥२६५॥ पाल्यमानाश्च वर्द्धते धात्रीभिस्तेऽथ पंचभिः । अंकादंकं संचरंतः सह पित्रोर्मनोरथैः ॥२६६।। कलाहेतोरनाराद्ध-कलाचार्यान्तिका अपि । स्वत एवात्तसकल-कला: संपूर्णचंद्रवत् ॥२६७॥ विद्यानां पारश्चानो विनाभ्यासं वचस्विनः । बाल्येऽपि दक्षस्थविरा इव प्रोबुद्धबुद्धयः ।।२६८॥ प्राच्याद्भवादनुगतैः स्नेहवश्यैरिवोत्तमैः ।
मतिश्रुतावधिज्ञानरमात्यैरिव सेविताः ॥२६९॥ અનેક પ્રકારના સ્વર્ણ, રજત અને રત્નોના અનર્ગલ આભૂષણો આપીને અર્થીજનોના મનોરથોને પૂર્ણ કરે. ૨૬૩.
આ પ્રમાણે મોટા ઉત્સવપૂર્વક અગ્યાર દિવસ પૂર્ણ થયા બાદ બારમે દિવસે પોતાના સ્વજનોને આમંત્રણ કરી, ભોજનાદિવડે સંતુષ્ટ કરી, તેમની સમક્ષ ગુણ ને અને સ્વપ્નાદિની અપેક્ષાએ કલ્યાણકારી અક્ષરવાળું પ્રભુનું નામસ્થાપન તેમના પિતા કરે. ૨૬૪-૨૬૫.
એકબીજાના ખોળામાં સંચરતા એવા પ્રભુ પાંચ ધાવ માતાઓ વડે પાલન કરાતા માતા પિતાના મનોરથ સાથે વૃદ્ધિ પામે. ૨૬૬.
પછી કળાગ્રહણ કરવા માટે કળાચાર્ય પાસે મૂક્યા વિના જ સ્વયમેવ સંપૂર્ણ ચંદ્રની જેમ સમગ્ર કળાના ધારક થાય. ૨૬૭.
કહ્યું છે કે–‘અભ્યાસ વિના જ વિદ્યાના પારગામી’ વચસ્વી (વાચાળ) અને બાલ્યાવસ્થામાં પણ દક્ષ એવા વૃદ્ધની જેવા પ્રૌઢ બુદ્ધિવાળા પ્રભુ હોય.” ૨૬૮.
સ્નેહથી વશ કરેલા ઉત્તમ જનોની જેમ પૂર્વભવથી સાથે આવેલા મતિ, શ્રુત ને અવધિજ્ઞાનરૂપ અમાત્યોવડે સેવિત હોય. ૨૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org