________________
૨૮૨
કાલલોક-સર્ગ ૩૦
संक्षिप्य पुष्पकं स्वर्ण-महीधरमुपागतः । शक्रवत्प्रणिपत्यानु-शीलति त्रिजगद्गुरुं ॥१८६॥ एवं शेषा अपि समे देवराजा जिनेश्वरं ।। सभक्ति मंदरमुपागम्य सम्यगुपासते ॥१८७॥ दश वैमानिका इंद्रा भवनेशाश्च विंशतिः । द्वात्रिंशद्ध्यंतरेंद्रा द्वौ सूर्यांचंद्रमसाविति ॥१८८॥ संख्यातीताः समायांति यद्यप्यर्कहिमांशवः ।
विवक्ष्येते तथापि द्वावत्र जातिव्यपेक्षया ॥१८९॥ तथोक्तं - श्रीमुनिदेवसूरिकृते श्रीशांतिचरित्रे
ज्योतिष्कनायकौ पुष्प-दंतौ संख्यातिगाविति ।
हेमाद्रिमाद्रियंते स्म चतुःषष्टिः सुरेश्वराः ॥१९०॥ उत्तराध्ययनप्राकृतवृत्तौ केशिगौतमीयाध्ययने,आवश्यकहारिभद्यां च श्रीऋषभदेवजन्मोत्सवाधिकारे, श्रीसमवायांगे द्वात्रिंशे समवाये च व्यंतराणामिंद्रत्वाविवक्षया द्वात्रिंशद्देवेंद्रा उक्ताः સંતતિ .
કોણના રતિકર પર્વત ઉપર પોતાના પુષ્પક વિમાનને સંક્ષેપે અને તરત જ મેરુપર્વત ઉપર આવી, શકેંદ્રની જેમ ત્રિજગદ્ગુરૂને નમસ્કાર કરી, સેવા કરવા લાગે. ૧૮૫–૧૮૬.
એ પ્રમાણે બીજા સર્વ ઈન્દ્રો પણ સમકાળે મેરુપર્વત ઉપર આવે અને ભક્તિપૂર્વક જિનેશ્વરને પ્રણામ કરી, સમ્યગૂ પ્રકારે સેવા કરવા લાગે. ૧૮૭.
દશ વૈમાનિક ઈદ્ર, વીશ ભવનપતિના ઈદ, બત્રીશ વ્યંતરોના ઈદ્ર અને સૂર્ય તથા ચંદ્ર (બે જ્યોતિષિના ઈદ્ર) આ પ્રમાણે કુલ ૬૪ ઈદ્રો આવે. ૧૮૮.
જોકે ચંદ્ર-સૂર્ય તો અસંખ્યાતા આવે પરંતુ અહીં જાતિની અપેક્ષાએ જ બે કહ્યા છે. ૧૮૯.
તે વિષે શ્રીમુનિદેવસૂરિકૃત શ્રી શાંતિચરિત્રમાં કહ્યું છે કે- જ્યોતિષ્કના નાયક અસંખ્યાતા સૂર્ય-ચંદ્ર મંદરગિરિપર આવે છે, છતાં ૬૪ ઈદ્રો આવે છે તેમ કહેવાય છે'. ૧૯૦.
શ્રીઉત્તરાધ્યયનસૂત્રની પ્રાકૃતવૃત્તિના કેશી ગૌતમીય અધ્યયનમાં અને આવશ્યક હારિભદ્રી ટીકામાં શ્રી ઋષભદેવના જન્મોત્સવના અધિકારમાં તથા શ્રી સમવાયાંગના બત્રીશમા સમવાયમાં, વ્યંતરોના ઈદ્રપણાની અવિવક્ષા કરીને બત્રીશ જ ઈદ્રો આવે એમ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org