________________
૨ ૬૦
समोस 30 जानंत्येष्यदतीतं च च्यवनं तत्क्षणे तु न । .. गर्भोत्पत्तिक्षणेऽप्येषां स्यादेवं महिमोदयः ॥४०॥ अशिवोपद्रवादीनां भवत्युपशमः क्षितौ । नारका अपि मोदंते क्षणं प्राप्तसुखोदयाः ॥४१॥ उदयाभिमुखस्तीर्थं-करार्कः समभूदिति । ज्ञात्वासनप्रकंपेन मुदिता नाकिनायकाः ॥४२॥ सिंहासनात्समुत्थाय विनयात्त्यक्तपादुकाः । पदान्यागत्य सप्ताष्टौ श्रीजिनाभिमुखं रयात् ॥४३॥ पंचांगप्रणिपातेन प्रणम्य जगदीश्वरान् ।
घटितांजलयः कुर्युः स्तुतिं शक्रस्तवेन ते ॥४४॥ अत्र सक्कस्स य आसणं चलिअं सिग्धं आगमणं भणइ, यावत्तव पुत्तो पढमधम्मचक्कवट्टी भविस्सति, केइ भणंति-बत्तीसपि इंदा आगंतूण वागरिंति, इत्यावश्यकहारिभद्यां श्रीऋषभगर्भावताराधिकारे, सक्कस्स य आसणकंपो यावत् वाणारसीमागंतूण भयवतो जणणिं अहिनंदइ, इति केशीगौतमीयोत्तराध्ययनप्राकृतवृत्तौ ।
તેઓ અતીત ને અનાગતકાળની હકીકત ચ્યવીશ અથવા અવ્યો-એમ જાણે, પણ એવન સમય અલ્પ હોવાથી ન જાણે, ગર્ભોત્પત્તિના સમયે પણ આ પ્રમાણે તેમનો મહિમા હોય. ૪૦.
સર્વ પૃથ્વી પર ઉપદ્રવ શાંત થાય અને નારકી પણ ક્ષણવાર સુખોદયની પ્રાપ્તિથી હર્ષ પામે. ૪૧. તીર્થકરરૂપી સૂર્ય ઉગવાનો છે–એમ આસનનાં પ્રકંપથી જાણીને ઈદ્રો હર્ષ પામે છે. ૪૨.
પછી સિંહાસનથી ઊઠી, પાદુકા તજી, વિનયપૂર્વક સાત આઠ પગલાં ઉતાવળે પ્રભુ સન્મુખ આવીને શ્રી જગદીશ્વરને પંચાંગ પ્રણિપાતવડે નમસ્કાર કરીને, અંજલિ જોડી શકસ્તવવડે સ્તુતિ કરે. ૪૩-૪૪.
અહીં શકનું આસન ચલાયમાન થાય અને શીધ્રપણે માતા પાસે આવીને કહે કે–તમારો પુત્ર પ્રથમ ધર્મચક્રવર્તી થશે-એમ કહેલ છે. કોઈ કહે છે કે બત્રીશ દ્રો માતા પાસે આવીને કહે છે–આ પ્રમાણે આવશ્યકતારિભદ્રિયટીકામાં શ્રી ઋષભદેવના ગર્ભાવતારના અધિકારમાં કહ્યું છે. “શકનું આસન કંપ્યું અને યાવત્ તેણે વાણારસીમાં આવી ભગવંતની માતાને અભિનંદન કર્યું. આ પ્રમાણે શ્રીઉત્તરાધ્યયનના કેશી-ગૌતમીય અધ્યયનની પ્રાકૃત વૃત્તિમાં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org