________________
કાલલોક-સર્ગ ૩૦
श्रीहीरप्रश्नोत्तरेऽप्युक्तं-प्रतिवासुदेवे गर्भेऽवतीर्णे तन्माता कियत: स्वप्नान् पश्यतीत्यत्र त्रीन् स्वप्नान् पश्यतीति ज्ञायते सप्ततिशतस्थानकशांतिचरित्राद्यनुसारेणेति ।
श्रीरामचरित्रे तु रावणप्रतिवासुदेवे गर्भेऽवतीर्णे तन्मात्रा कैकस्या एक एव स्वप्नो दृष्ट इत्युक्तमस्ति तथा च तद्ग्रंथ :
अन्यदा कैकसी स्वप्ने विशंतं स्वमुखे निशि । कुंभिकुंभस्थलीभेद - प्रसक्तं सिंहमैक्षत ॥ ६० ॥ मुनिमातुरेकस्वप्ननिरीक्षणं च मेघकुमारादिमातृवत् । सोपेत्य कांतं विनया - प्रबोध्यैतान्निवेदयेत् । सोऽपि स्वप्नफलं ब्रूते विश्वोत्कृष्टांगजोद्भवं ॥ ६१ ॥ आकार्य स्वप्नशास्त्रज्ञान् प्रातरंत: सभं ततः । રૃપ: સ્વપ્નાં પૃચ્છે-ત્તેઽપિ શાસ્ત્રાનુસારત: દ્દરા वदंत्येवं महाराज सुतो भावी भवत्कुले । तीर्थंकरो वा चक्री वा महास्वप्नानुभावतः ॥ ६३ ॥
૨૪
શ્રી હીરપ્રશ્નોત્તરમાં પણ કહ્યું છે કે--‘પ્રતિવાસુદેવ ગર્ભમાં આવ્યેથી તેની માતા કેટલા સ્વપ્નો દેખે ? તેના ઉત્તરમાં કહેવાનું કે ત્રણ સ્વપ્ન દેખે-એમ સપ્તતિશતસ્થાન અને શાંતિચરિત્ર વિગેરેને અનુસારે જણાય છે.'
શ્રીહેમચંદ્રાચાર્યકૃત રામચરિત્રમાં તો રાવણ પ્રતિવાસુદેવ ગર્ભમાં આવ્યાથી તેની માતા કૈકસીએ એક સ્વપ્ન દીઠું-એમ કહેલ છે. તે સંબંધી શ્લોક આ પ્રમાણે છે.
‘એકદા કૈકસીએ સ્વપ્નમાં રાત્રિએ હાથીના કુંભસ્થલને ભેદવામાં તત્પર થયેલા સિંહને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો'' 50 B.
મહામુનિ થનારની માતા પણ એક સ્વપ્ન દેખે એમ કહ્યું છે, તે મેઘકુમારાદિની માતાએ જોયેલ છે તે પ્રમાણે સમજવું.
પછી માતા જ્યાં પોતાના સ્વામી સુતા હોય, ત્યાં આવીને વિનયપૂર્વક તેમને જગાડીને પોતાને સ્વપ્ન આવ્યાની હકીકત નિવેદન કરે. તે પણ ‘વિશ્વમાં ઉત્કૃષ્ટ એવો તને પુત્ર થશે' એવું સ્વપ્નફળ કહે. ૬૧.
પ્રભાતે' સ્વપ્નશાસ્ત્રના જાણકાર સ્વપ્નપાઠકોને રાજા સભામાં બોલાવે અને રાજા તેને સ્વપ્નનું ફળ પૂછે. તેઓ પણ શાસ્ત્રાનુસારે કહે છે કે-હે મહારાજ ! આ મહાસ્વપ્નના અનુભાવથી તમારા કુળમાં તીર્થંકર અથવા ચક્રવર્તી પુત્ર થશે. ૬૨-૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org