________________
ર૭૭
પાલક વિમાનનું વર્ણન
उदीच्येन त्रिसोपाना-ध्वना सामानिकाः सुराः । प्रविश्यान्ये च याम्येन यथास्थानकमासते ॥१५॥ जंगमस्वर्गवत्तस्मिन् विमाने प्रस्थिते पुरः । चलंति मंगलान्यष्टौ संपूर्णः कलशस्ततः ॥१५२।। छत्रं पताकाश्चमरा महेंद्राख्यो ध्वजस्ततः । सहस्रयोजनोत्तुंगो लघुध्वजसहस्रयुक् ॥१५३॥ तत: सेना पंच सेनापतयोऽथाभियोगिकाः । यथाशक्तिप्रकटित-वपुर्वस्त्रविभूषणाः ॥१५४॥ पश्चात्केचित्पुरः केचि-त्केचिच्चोभयपार्श्वतः । परिवृत्य विमानं तत्प्रतिष्ठंते सुधाभुजः ॥१५५।। देवेंद्रशासनात्केचि-त्केचिन्मित्रानुवृत्तितः । पत्नीप्रेरणया केचि-त्केचिच्छ्रीजिनभक्तितः ॥१५६॥ केचिद्धर्मधिया केचि-ज्जीतबुद्ध्या सुराः परे । कुतूहलार्थिनो नाना-भूषणांबरवाहनाः ॥१५७॥
પછી ઉત્તર બાજુના ત્રણ સોપાનવડે ઉપર ચડી સામાનિક દેવો પોતાના આસન પર બેસે અને બીજા દેવો દક્ષિણ બાજુના ત્રણ સોપાનવડે ઉપર ચડી પોતપોતાના આસન પર બેસે. ૧૫૧.
જંગમ સ્વર્ગ સમાન તે વિમાન ચાલવાને તૈયાર થતાં આગળ અષ્ટ મંગલિક ચાલે. પછી સંપૂર્ણ કળશ, છત્ર, પતાકા, ચામર અને મહેન્દ્રધ્વજ કે જે એક હજાર યોજન ઊંચો અને નાની નાની હજાર ધ્વજાઓવાળો હોય છે તે ચાલે. ૧૫ર-૧૫૩. - ત્યારપછી પાંચ સેના, પાંચ સેનાપતિઓ અને યથાશક્તિ પ્રગટ કરેલ છે. શરીર, વસ્ત્ર અને આભૂષણો જેણે એવા આભિયોગિક દેવો ચાલે. ૧૫૪.
કેટલાક તે વિમાનની આગળ, કેટલાક પાછળ, કેટલાક બે બાજુએ અને કેટલાક દેવતાઓ, તે વિમાનની ચારે બાજુ ચાલે. ૧૫૫.
કેટલાક દેવો ઈદ્રની આજ્ઞાથી, કેટલાક મિત્રની અનુવૃત્તિથી, કેટલાક દેવાંગનાની પ્રેરણાથી, કેટલાક પ્રભુપરની ભક્તિથી, કેટલાક ઘર્મબુદ્ધિથી, કેટલાક પોતાનો આચાર છે-એવી બુદ્ધિથી અને કેટલાક કુતૂહલ જોવા માટે-એમ અસંખ્ય દેવો અનેક પ્રકારના વસ્ત્રાભૂષણ ધારણ કરી જુદા જુદા વાહનપર બેસીને પૂર્વપુણ્યના અનુસારે જેમને ઐશ્વર્યની ઓછીવત્તી પ્રાપ્તિ થયેલ છે, એવા સર્વ સૌધર્મ દેવલોક-નિવાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org