________________
૨૬૩
કોની માતા કેટલા સ્વપ્નો જુએ ?
इयं पुनर्जया देवी स्फुटानेतानलोकत ।
तन्नाथ त्रिजगन्नाथं जिनं सा जनयिष्यति ॥५६।।। इति श्रीवासुपूज्यचरित्रे ।
यस्याः पुत्रो भवेत्सार्वभौमोऽहंश्चेह जन्मनि । सा द्विः स्वप्नानिमान् पश्ये-त्तथोक्तं पूर्वसूरिभिः ॥५७॥ अचिरा नाम तत्पत्नी शीललीलासमुज्वला ।
सा द्विश्चर्तुदश स्वप्ना-निशाशेषे व्यलोकयत् ॥५८॥ इति वृद्धशजयमाहात्म्ये ।
एषामन्यतरान् सप्तालोकयेद्वासुदेवसूः । चतुरो बलदेवांबा-थैकं मांडलिकप्रसूः ॥५९।। प्रतिकेशवमाता तु त्रीन् स्वप्नानवलोकयेत् ।
मातैकं पश्यति स्वप्नं मुनेरपि महात्मनः ॥६०॥ तथा चोक्तं सप्ततिशतस्थानके
जिणचक्कीणय जणणी नियंति चउदस गयाइवरसुविणे । सग चउ तिण्णि इगाई हरिबलपडिहरिमंडलियमाया ॥६०A।।
આ જયાદેવીએ તો એ ચૌદ સ્વપ્નો બહુ સ્પષ્ટ જોયા છે તેથી હે નાથ ! તે ત્રણ જગતના નાથ એવા જિનને જન્મ આપશે.'' ૫૬ B.
આ પ્રમાણે શ્રી વાસુપૂજ્યચરિત્રમાં કહ્યું છે.
જે માતાનો પુત્ર એક જન્મમાં અરિહંત ને ચક્રવર્તી બે પદવીધર થવાનો હોય, તેની માતા બે વખત આ ચૌદ સ્વપ્નો જુએ છે. તે મુજબ પૂર્વાચાર્યોએ કહ્યું છે. પ૭.
કે – “શીલની લીલાવડે સમુક્તળ એવી અચિરા નામે વિશ્વસેન રાજાની પત્નીએ શેષ રાત્રીએ પૂર્વોક્ત ચૌદ સ્વપ્નોને બે વાર જોયાં' ૫૮.
આ પ્રમાણે શ્રીવૃદ્ધશત્રુ જયમાહાભ્યમાં કહ્યું છે.
આ ચૌદમાંથી કોઈ પણ સાત સ્વપ્નો વાસુદેવની માતા જુએ છે. બળદેવની માતા ચાર સ્વપ્નો જુએ છે અને માંડલિક રાજાની માતા એક સ્વપ્ન જુએ છે. ૫૯.
પ્રતિવાસુદેવની માતા ત્રણ સ્વપ્નો જુએ છે અને મહામુનિની માતા પણ એક સ્વપ્ન જુએ છે. ૬૦.
શ્રી સપ્તતિશતસ્થાન ગ્રંથમાં કહ્યું છે કે “તીર્થકર અને ચક્રવર્તીની માતા હાથી વિગેરે શ્રેષ્ઠ ચૌદ સ્વપ્નો જુએ છે, અને સાત, ચાર, ત્રણ અને એક સ્વપ્ન વાસુદેવ, બલદેવ, પ્રતિવાસુદેવ ને માંડલિકની માતા અનુક્રમે જુએ છે.' ૬૦ A.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org