________________
૨૫૮
કાલલોક-સર્ગ ૩૦
केचिच्चैकैकया पंक्त्या स्थानमेकैकमेव हि ।
आराधयंति विंशत्या पंक्तिभिस्तानि विंशतिं ॥२९॥ उद्यापनादिविधिस्तु संप्रदायादवसेयः
तपोऽशक्तः पुनः स्थान-मेकं द्वे सकलानि वा । यथाशक्ति स्फुरद्भक्तिः सेवेत श्रेणिकादिवत् ॥३०॥ एवं साधुः श्रावको वा साध्वी वा श्राविकापि वा । अमून्याराधयन् स्थाना-न्याप्नोति जिनसंपदं ॥३१॥ तीर्थकृन्नामकर्मैत-द्वेद्यते जिनपुंगवैः ।
विश्वोपकारैरग्लान्या धर्मार्थकथनादिभिः ॥३२॥ तथाहुरावश्यकनियुक्तिकृतः -
तं च कहं वेइज्जइ ? अगिलाए धम्मदेसणाईहिं । बज्झइ तं तु भयवओ तइयभवोसक्कइत्ताणं ॥३३॥ ૩થાતિત્વા : યુ-તે વૈમાનિવનાશિન: | प्रानिबद्धायुषश्चाधः शैलावध्येव नारकाः ॥३४॥
કેટલાક એક-એક પંક્તિ (વીશ ઉપવાસ) વડે એક-એક સ્થાનને આરાધે છે, તે વીશ પંક્તિ વડે વીશ સ્થાનને આરાધે છે. ૨૯.
તેના ઉદ્યાપનનો વિધિ સંપ્રદાયથી જાણી લેવો.
તપની અશક્તિવાળા એક બે અથવા બધા સ્થાન યથાશક્તિ આરાધે છે અને શ્રેણિકાદિની જેમ સ્કુરાયમાન ભક્તિથી તેની સેવન કરે છે. ૩૦.
આ પ્રમાણે સાધુ, શ્રાવક, સાધ્વી અથવા શ્રાવિકા આ સ્થાનોને આરાધીને તીર્થકરપદને પ્રાપ્ત કરે છે. ૩૧.
અને એ તીર્થકર નામકર્મને જિનેશ્વરો (તીર્થકરપણાના ભવમાં કેવળજ્ઞાન પામ્યા પછી) સતત વિશ્વને ઉપકારક ધર્મદેશના આપવાદિવડે વેદે છે. ૩૨.
શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે– “તે કેવી રીતે વેદે ? ઉ. સતત ધર્મદેશનાદિ દ્વારા અને ભગવંત તે કર્મ, પાછલે ત્રીજે ભવે એક જ વાર બાંધે. (નિકાચિત કરે) છે.” ૩૩.
હવે જેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું છે, તે વૈમાનિક દેવ થાય, પણ જો પ્રથમ આયુષ્ય બાંધ્યું હોય, તો નીચે ત્રીજી નરક સુધી નારકી થાય છે. ૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org