________________
તીર્થંકરનો જીવ ક્યાંથી આવે છે?
૨૫૯
तथोक्तं संग्रहण्या-सुरनेरइएहिं चिअ हवंति हरिअरिहचक्किबलदेवा ।
चउविहसुरचक्किबला वेमाणिअ हंति हरिअरिहा ॥३४AL वसुदेवचरिते तु नागकुमारेभ्योऽप्युद्धृतोऽनंतरमैरवतक्षेत्रेऽस्यामवसर्पिण्यां जिन उक्त इति યં |
तेजोऽभिवर्द्धते तेषां देवानां च्यवनावधि । न प्रादुष्यंति चिह्नानि च्यवनस्यान्यदेववत् ॥३५॥ अन्येषामपि विज्ञेय-मेतदंत्यशरीरिणां । तेऽन्यव्यपेक्षया स्वल्प-पीडाः स्युर्नारका अपि ॥३६॥ ततश्चयुत्वा कर्मभूमौ सज्जातिकुलशालिनः । क्षत्रियस्योच्चगोत्रस्य प्राज्यराज्यर्द्धिराजिनः ॥३७॥ उत्कृष्टभागधेयस्य गुणाढ्यस्य महीपतेः । पल्या कुक्षौ सुशीलाया गर्भत्वेनोद्भवंति ते ॥३८॥ स्वर्गाद्वा नरकाद्वा ये यस्मादायांति तीर्थपाः । ज्ञानत्रयं ते तत्रत्यं विभ्रते गर्भगा अपि ॥३९॥
શ્રી સંગ્રહણીમાં કહ્યું છે કે- “દેવ ને નારકી, ત્યાંથી નીકળીને વાસુદેવ, અરિહંત, ચક્રવર્તી ને બળદેવ થાય છે, તેમાં ચાર પ્રકારના દેવમાંથી ચક્રવર્તી ને બળદેવ થાય છે. વાસુદેવ ને અરિહંત વૈમાનિકમાંથી જ થાય છે.''
પણ વાસુદેવચરિત્રમાં તો નાગકુમારથી નીકળીને અનંતરભવે ઐરાવત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં એક તીર્થકર થયાનું કહ્યું છે, તે પ્રસંગોપાત જણાવ્યું છે.
તીર્થંકર થનાર દેવ તેના ચ્યવનકાળ સુધી તેજમાં વૃદ્ધિ પામતો જ રહે છે અને તેને અન્ય દેવોની જેમ અવનના ચિહ્નો થતા નથી. ૩૫.
બીજા ચરમશરીરી દેવા માટે પણ તે પ્રમાણે સમજવું. નારકીપણામાં પણ બીજા નારકીઓ કરતાં તેમને અલ્પ પીડા હોય છે. ૩૬.
હવે ત્યાંથી અવીને કર્મભૂમિમાં ઉત્તમ જાતિકુળવાળા, ઉચ્ચ ગોત્રવાળા અને મોટી રાજ્ય ઋદ્ધિવાળા ઉત્કૃષ્ટ ભાગ્યશાળી અને ગુણાત્ય ક્ષત્રિય રાજાની સુશીલા પત્નીની કુક્ષિમાં ગર્ભપણે અવતરે. ૩૭–૩૮.
સ્વર્ગ કે નરકમાંથી આવેલા તીર્થકરોને પૂર્વભવમાં જેટલા પ્રમાણવાળા ત્રણ જ્ઞાન હોય, તેટલા ગર્ભમાં પણ હોય છે. ૩૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org