________________
૨૫
કાલલોક-સર્ગ ૩૦ अपुवनाणगहणे १८ सुअभत्ती १९ पवयणे पभावणया २० ।
एएहिं कारणेहिं तित्ययरत्तं लहइ जीवो ॥१९क।। एतत्तपोविधिसंप्रदायश्चैवं -
चेत्करोत्युपवासेण विंशतिस्थानकं तपः । तदा विंशत्योपवासै-रेका पंक्तिः समाप्यते २० ॥ निरंतरं कृत्यऽशक्तौ सांतरां तां करोति चेत् । पंक्तिरेका पूरणीया तत्षण्मासांतरे ध्रुवं ॥२॥ विंशत्या पंक्तिभिशेतत्तपो भवति पूरितं । उपवासानां चत्वारि शतानीह भवंति तत् ॥२२॥ एवं शक्त्यनुसारेण प्राज्ञैः षष्ठाष्टमादिभिः । मासक्षपणपर्यंतै-स्तप एतद्विधीयते ॥२३॥ पंचशक्रस्तवपाठो-त्कृष्टा या चैत्यवंदना ।
सावश्यं विधिना कार्या तपस्यत्रोपवैणवं ॥२४॥ જ્ઞાનોપયોગ ૮, દર્શન ૯, વિનય ૧૦, આવશ્યક ૧૧, શીલવ્રત (નિરતિચાર) ૧૨, ક્ષણભવ ૧૩, તપ ૧૪, દાન ૧૫, વૈયાવચ્ચ ૧૬, સમાધિ ૧૭, અપૂર્વજ્ઞાનગ્રહણ ૧૮, શ્રુતભક્તિ ૧૯, પ્રવચનપ્રભાવના ૨૦. આ કારણોવડે જીવ તીર્થકરત્વને મેળવે છે. ૧૯ અ.બ.ક.
એ તપનો વિધિ આ પ્રમાણે છે –
જો ઉપવાસવડે વીશસ્થાનકને આરાધે તો વીશ ઉપવાસ વડે એક પંક્તિ (એક પદની આરાધના) પૂર્ણ થાય છે. ૨૦.
આ પ્રમાણે સતત વીશ ઉપવાસ (આંતરે પારણું કરીને પણ) કરી ન શકે તો આંતરે આંતરે ઉપવાસ કરે, પણ છ માસમાં તો એક પંક્તિ (વીશ ઉપવાસ) જરૂર પૂર્ણ કરે. ૨૧.
એ પ્રમાણે વીશ પંક્તિ કરવાથી આ તપ પૂર્ણ થાય છે. એટલે તેમાં કુલ ૪૦૦ ઉપવાસ થાય છે. ૨૨.
આ પ્રમાણે શક્તિઅનુસાર બુદ્ધિમાનોએ છzઅમાદિ યાવત માસ ક્ષમણ આદિથી આ તપ કરવો. (એટલે ૪૦૦ ઉપવાસને બદલે યાવત્ ૪૦૦ માસક્ષમણ કરવા, આ પ્રમાણે નંદનમુનિએ કરેલ છે.) ૨૩.
તપને દિવસે પાંચ શકસ્તવવડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના વિધિ પ્રમાણે જિનપ્રતિમાની સન્મુખ અવશ્ય કરવી. ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org