________________
૨૫૦
चतुष्पंचाशदित्येवं भवंति पुरुषोत्तमाः । स्युस्त्रिषष्टिरमी युक्ता नवभिः प्रतिविष्णुभिः ॥३५४॥ नवभिर्नारदैर्युक्तास्ते भवंति द्विसप्ततिः । तथैकादशरुद्राढ्याः स्युस्त्र्यशीतिः समुच्चिताः ॥ ३५५॥ चतुर्धेति वा पंचधा वाथ पोढा
थवा सप्तधा विश्रुताः स्युः पुमांसः । जिनाश्चक्रिणः केशवा: सीरिणस्तद्विपक्षास्तथा नारदाः किंच रुद्राः ॥ ३५६ ॥ विश्वाश्चर्यदकीर्तिकीर्त्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वाद्भुते त्रिंशतैकोनेन प्रमितः समाप्तिमगमत्सर्गे निसर्गोज्ज्वलः ॥ ३५७॥
।। इति श्रीलोकप्रकाशे एकोनत्रिंशत्तमः सर्गः समाप्तः || श्रीरस्तु ||
આ પ્રમાણે ૫૪ ઉત્તમ પુરુષો થાય છે તેમાં નવ પ્રતિવાસુદેવને ભેળવવાથી ૬૩ થાય છે. નવ નારદને ભેળવવાથી ૭૨ થાય છે. તેમ જ ૧૧ રુદ્રને ભેળવવાથી ૮૩ થાય છે. ૩૫૪-૩૫૫.
કાલલોક-સર્ગ ૨૯
એ પ્રમાણે ઉત્તમ પુરુષોના ચાર, પાંચ, છ અને સાત પ્રકારો પ્રસિદ્ધ છે. તે તીર્થંકર, ચક્રી, વાસુદેવ અને બળદેવ એમ ચાર પ્રકારે, પ્રતિવાસુદેવ યુક્ત પાંચ પ્રકારે, નારદ યુક્ત છ પ્રકારે અને રુદ્ર યુક્ત સાત પ્રકારે સમજવા.૩૫૬.
Jain Education International
વિશ્વને આશ્ચર્ય પમાડે તેવી કીર્ત્તિવાળા શ્રીકીર્ત્તિવિજય વાચકેન્દ્રના શિષ્ય, તેજપાળ ને રાજશ્રીના પુત્ર એવા શ્રીવિનયવિજય ઉપાધ્યાયે જે કાવ્ય રચ્યું છે, તે નિશ્ચિત કરેલા જગતના તત્ત્વવડે અદ્ભુત એવા આ લોકપ્રકાશ નામના ગ્રંથમાં સ્વભાવે જ ઉજ્જ્વળ એવો ૨૯ મો સર્ગ સંપૂર્ણ થયો.૩૫૭.
ઈતિ શ્રીલોકપ્રકાશ ૨૯ મો સર્ગ સંપૂર્ણ.
For Private & Personal Use Only
www.jainelibrary.org