________________
૨૫૧
| ૩થ વિંશત્તમ
:
૨
|
तत्र तीर्थंकरास्तु स्यु-रितस्तृतीयजन्मनि ।
विंशत्या सेवितैः स्थान-स्तीर्थकृन्नामहेतुभिः ॥१॥ तानि चैवं - अर्हत्१ सिद्ध २ प्रवचन ३ गुरवः ४ स्थविराः ५ स्तथा ।
बहुश्रुत ६ स्तपस्वी ७ च वात्सल्यान्येषु सप्तसु ॥२॥ अहँश्चतुर्धा नामादिः सिद्धाः कर्ममलोज्झिताः २। श्रुतं प्रवचनं संघ-स्तदाधारतयाथवा ३॥३॥ गुरुर्धर्मस्योपदेष्टा ४ स्थविरो वृद्ध उच्यते । वयश्चारित्रपर्याय-श्रुतैरेष त्रिधा भवेत् ॥४॥ षष्टिं वर्षाण्यतिक्रांतो वयःस्थविर उच्यते । पर्यायस्थविरो जात-विंशत्यब्दव्रतस्थितिः ॥५॥ सत्रार्थज्ञश्चतुर्थांगं यावद्योऽसौ श्रुतेन च । स्थविरः स्याद्यदुत्सर्गा-पवादादीनि वेत्त्यसौ ५ ॥६॥
હત સર્ગ ૩૦ માનું ભાષાંતર
૨૯મા સર્ગના અંતે બતાવેલ શલાકા પુરૂષોમાંથી જે ૨૪ તીર્થકરો છે, તે આ જન્મથી પાછલા ત્રીજે ભવે તીર્થંકર નામકર્મના હેતુરૂપ વિશ સ્થાનકની આરાધના દ્વારા થાય છે. ૧.
તે વીશ સ્થાનકો આ પ્રમાણે-અરિહંત ૧, સિદ્ધ ૨, પ્રવચન ૩, આચાર્ય ૪, સ્થવિર ૫, બહુશ્રુત (ઉપાધ્યાય) ૬ અને તપસ્વી (મુનિ) ૭– આ સાતનું વાત્સલ્ય. તેમાં પ્રથમ અરિહંત કહ્યા છે, તે નામાદિ ચાર પ્રકારે સિદ્ધ સર્વકર્મમળથી રહિત, પ્રવચન તે શ્રુત અથવા તેના આધારભૂત સંઘ, ગુરુ તે ઘર્મના ઉપદેખા (આચાર્ય), સ્થવિર એટલે વૃદ્ધ તેના ત્રણ પ્રકાર-વયથી વૃદ્ધ, ચારત્રિપર્યાયથી વૃદ્ધ અને જ્ઞાનથી વૃદ્ધ-સાઠ વર્ષથી વધારે ઉમરના તે વયસ્થવિર, વીશ વર્ષ ઉપરાંતના ચારિત્રપર્યાયવાળા તે પર્યાયસ્થવિર, ચોથા સમવાયાંગસૂત્રસુધીના સૂત્રાર્થના જાણનાર તે શ્રુતસ્થવિર કે જે ઉત્સર્ગ અપવાદાદિના જાણકાર હોય. તે તે કાળની અપેક્ષાએ વધારે શ્રુતના અભ્યાસી તે બહુશ્રુત અને અનશનાદિ વિચિત્ર પ્રકારના ઉગ્ર તપ કરનારા તે તપસ્વી. એ સાતે ઉપરનો ભક્તિરાગ, લોકમાં તેના સભૂત ગુણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org