________________
૨૫૨
કાલલોક-સર્ગ ૩૦ तत्कालापेक्षया भूरि-श्रुतोऽत्र स्याबहुश्रुतः ६ । तपस्वी चानशनादि-विचित्रोग्रतपः स्थित: ७ ॥७॥ भक्तिरागो यथाभूत-गुणप्रख्यापनं जने । यथोचितोपचारश्च तेषां वात्सल्यमीरितं ॥८॥ सदा ज्ञानोपयोगश्च भवति स्थानमष्टमं ८ ।
सम्यक्त्वे ९ विनये १० चाव-श्यके ११ ऽतीचारवर्जनं ॥९॥ एतानि - नवमदशमैकादशानि स्थानानीति शेषः ।
शीलव्रतेषु निरती-चारत्वं द्वादशं पदं । व्रतान्यत्रोत्तरगुणाः शीलं मूलगुणाः स्मृताः १२ ॥१०॥ त्रयोदशं क्षणलवा-भिधानं स्थानमीरितं । तच्च प्रतिलक्षणलवं सदा वैराग्यभावनं १३ ॥११॥ तपश्चतुर्दशंस्थानं नानाविधतपःक्रियाः १४ । त्यागः पंचदशं साध्वा-धर्हान्नादिसमर्पणं १५ ॥१२।। बालादिवैयावृत्यं स्या-त्योडशं स्थानकं च तत् । शुद्धोपध्यन्नादिदान-मंगसंवाहनादि च ॥१३॥
જાહેર તથા યોગ્યભક્તિ, તે તેમનું વાત્સલ્ય કહ્યું છે. ૨-૮.
હંમેશા જ્ઞાનોપયોગ તે આઠમું સ્થાન, સમ્યક્તમાં અતિચારનું વર્જવું તે નવમું, વિનયમાં અતિચારનું વર્જવું તે દશમું, છ આવશ્યકમાં અતિચારનું વર્જન તે અગ્યારમું. ૯.
શીલવ્રતનું નિરતિચારપાલન, તે બારમું. અહીં શીલથી મૂળગુણ અને વ્રતોથી ઉત્તરગુણ સમજવા. १०.
ક્ષણલવ નામનું તેરમું સ્થાન છે. તેમાં પ્રતિક્ષણ કે પ્રતિલવ સદા વૈરાગ્ય ભાવન કરવું તે. ૧૧.
તપ એ ચૌદમું સ્થાન છે, તેમાં વિવિધ પ્રકારની તપક્રિયાનો સમાવેશ છે. દાન પંદરમું સ્થાન, તેમાં સાધુ વિગેરેને યોગ્ય અનાદિ આપવા તે. ૧૨.
બાલાદિ મુનિની વૈયાવચ્ચ કરવી તે સોળમું સ્થાન છે. તે વૈયાવચ્ચમાં શુદ્ધ ઉપધિ, અન્નપાનાદિ લાવી આપવું તેમ જ અંગનું સંવાહન કરવું-એ વિગેરેનો સમાવેશ છે. ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org