________________
ચોથા આરાનું સ્વરૂપ
. ૨૪૭
ततो गणधरान् गच्छां-स्तथा संघं चतुर्विधं । સંસ્થા દશ વાર્થ તીર્થ પ્રવર્તતું રૂરૂ રૂા. एवं कृत्वा मोक्षमार्ग वहमानं स सिद्ध्यति । एकोननवतिपक्षा-वशेषेऽरे तृतीयके ॥३३४॥ एकोननवतिपक्षैः समाप्तेऽरे तृतीयके । दुष्षमसुषमाभिख्यो-ऽरकस्तुर्यः प्रवर्तते ॥३३५॥ एतस्मिंश्चारके भूमि- नावृक्षाद्यलंकृता । स्यात्कृत्रिमतृणाढ्यापि कृष्यादीनां प्रवृत्तितः ॥३३६॥ कल्पवृक्षादिरहितं स्वरूपं पूर्णवर्णितं । अत्रापि स्यादनंतन-हीनवर्णादिपर्यवं ॥३३७।। સત્ર ચાલી મનુષ્ય: યુ-ર્થનુ પંચશત ફૈિતા: पूर्वकोट्यंतर्मुहूर्तों-त्कृष्टाल्पिष्ठायुषस्तथा ॥३३८॥ अग्निसंपक्कनानान्न-घृतदुग्धादिभोजिनः ।
नित्यमाहारार्थिनः स्यु-रेकत्राप्यह्नि चासकृत् ॥३३९।। ગણધરોની, ગચ્છની તથા ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને દ્વાદશાંગી અર્થથી પ્રરૂપી તીર્થ પ્રવર્તાવે છે. ૩૩૩.
એ પ્રમાણે મોક્ષમાર્ગને વહેતો કરીને પછી પ્રભુ પોતે સિદ્ધિપદને પામે છે. તે વખતે ત્રીજા આરાના ૮૯ પક્ષ બાકી હોય છે.૩૩૪.
બાકી રહેલા ૮૯ પક્ષ વ્યતીત થયે ત્રીજો આરો પૂરો થાય છે અને ચોથો દુઃષમસુષમા નામનો આરો પ્રવર્તે છે.૩૩૫.
એ આરામાં ભૂમિ વિવિધ પ્રકારના વૃક્ષોથી અલંકૃત હોય છે. તથા ખેતી વિગેરેની પ્રવૃત્તિ થવાથી કૃત્રિમ તૃણ (વનસ્પતિ)થી પણ વ્યાપ્ત હોય છે.૩૩૬. - પૂર્વે વર્ણવેલું સ્વરૂપ કલ્પવૃક્ષાદિ વિનાનું આ કાળે પણ હોય છે. પરંતુ તે અનંતગુણહીનવદિ પર્યાયવાળું હોય છે.૩૩૭.
આ આરાના પ્રારંભમાં મનુષ્યો પાંચસો ધનુષ્ય ઊંચા શરીરવાલા અને જઘન્ય અંતર્મુહૂર્તના ને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વના આયુવાળા હોય છે.૩૩૮.
તેઓ અગ્નિથી પકાવેલું વિવિધ પ્રકારનું અન્ન, વૃત અને દુઘ વિગેરેનું ભોજન નિત્ય આહારાર્થીઓ દિવસમાં અનેકવાર કરે છે.૩૩૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org