________________
ત્રીજા આરાનું વર્ણન
तृतीयेऽस्य त्रिभागे तु समतिक्रामति क्रमात् । षोढा संहननानि स्युः संस्थानान्यपि देहिनां ॥ २९०॥ धनु: शतानि भूयांसि प्रथमं तूच्छ्रिता जनाः । असंख्याब्दसहस्रायु-भृतः स्वर्गतिगामिनः ॥ २९१॥ कालक्रमेण पर्यंते हीयमानोच्छ्रयायुषः । अल्पांतराशना: प्रेम - रागद्वेषस्मयाधिकाः ॥ २९२॥ प्राक्तनापेक्षया भूरि- कालपालितबालकाः । यथार्हं यांति गतिषु चतसृष्वपि ते मृताः ॥ २९३॥ संख्येयाब्दसहस्राणि जघन्यं चायुरंगिनां । उत्कृष्टमत्रासंख्याब्द-सहस्रप्रमितं मतं ॥ २९४॥ आयुर्देहोच्छ्रयाहारां-तरस्य प्राग् यथाभवत् । नियता हानिरत्रांशे त्वेषा न नियता तथा ॥ २९५॥ यथात्रारकयोराद्य-द्वितीययोः क्रमात् हुसेत् । क्रोशो दिनं च पल्यं चोच्छ्रयाहारांतरायुषां ।। २९६॥ द्वयोस्त्रिभागयोस्तद्व-द्धीयते तच्छनैः शनैः । तृतीये तु त्रिभागेस्मिन्न नैयत्येन हीयते ॥ २९७ ॥
આ આરાનો છેલ્લો ત્રીજો ભાગ શરૂ થાય ત્યારથી અનુક્રમે તે બધી બાબતોમાં ઘણો ઘટાડો . થાય છે. પ્રાણીઓનાં સંહનનો છએ પ્રકારના હોય છે અને સંસ્થાનો પણ છએ પ્રકારના હોય છે, ત્રીજા ભાગના પ્રારંભમાં ઘણા સેંકડો ધનુષ્યપ્રમાણ શરીર અને અસંખ્ય હજાર વર્ષોનું આયુષ્ય હોય છે, તેમ જ મરણ પામીને સ્વર્ગે જાય છે. કાળક્રમે ઘટતી ઘટતી શરીરની ઊંચાઈ અને આયુવાળા હોય છે. અલ્પઅંતરે અશનની ઈચ્છાવાળા હોય છે અને પ્રેમ, રાગ, દ્વેષ તથા ગર્વ વધારે થતા જાય छे. २८० - २८२.
૨૪૧
પૂર્વની અપેક્ષાએ ઘણા વખત સુધી બાળકોને પાળનારા હોય છે અને મરણ પામીને યથાયોગ્ય ચારે ગતિમાં જાય છે. જધન્ય આયુષ્ય સંખ્યાતા હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા હજાર વર્ષનું होय छे. २८३ - २८४.
Jain Education International
આ ત્રીજા ભાગમાં આયુ, દેહની ઊંચાઈ, આહારનું અંતર પ્રથમ કરતાં અવશ્ય હીયમાન હોય છે પણ તે નિયત હોતું નથી. જેમ પહેલા-બીજા આરામાં શરી૨પ્રમાણ –એક કોશ, આયુ એક પલ્યોપમ અને આહારાંતર એક દિવસ ક્રમશઃ ઘટતું ઘટતું હોય છે. તેમ આ આરાના પણ પ્રથમના બે ભાગમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org