________________
૧૮૯
૨૮ સર્ગ સંબંધમાં અન્ય ગ્રંથના ઉતારા
દી નવ નિમેષ: | બે લવનો એક નિમેષ. પ નિમેષ: કૃષ્ઠ | પાંચ નિમેષની એક કાષ્ઠા. વિંશMિ: 7 | ત્રીશ કાષ્ઠાની એક કળા. વત્વરિશતી: નાડી | ચાળીશ કળાની એક નાલિકા. सुवर्णमाषकाश्चत्वारंगुलायामाः कुम्भच्छिद्रमाढकमम्भसो वा नालिका । અથવા ચાર માસા સુવર્ણની ચાર આંગળ લાંબી (શલાકા જેટલા છિદ્રમાં સમાય તેટલું) *
ઘડામાં છિદ્ર હોય તેમાંથી આઢક માપ જેટલું પાણી જાય તે સમયનાલિકા. (આઢક માપ અર્થશાસ્ત્રના આગળના પ્રકરણમાં છે.)
દિનના મુહૂર્ત | બે નાલિકાનો એક મૂહૂર્ત. पंचदशमुहूर्तो दिवसो रात्रिश्च चैत्रे मास्याश्वयुजे च मासि श्रवतः ।
પંદર મુહૂર્તનો એક દિવસ થાય છે. તેટલી જ એક રાત્રિ થાય છે. આવો દિવસ અને રાત્રિ ચૈત્ર માસમાં અને અશ્વિન માસમાં હોય છે.
ततः परं त्रिभिर्मुहूर्तेरन्यतरष्षण्मासं वर्धते हासते चेति । ત્યાર પછી છ માસ સુધી દિવસ કે રાત્રિ બે માંથી એક ત્રણ મુહૂર્ત વધે છે અને ઘટે છે.
छायायामष्टपौरुष्यामष्टादशभागश्छेदः, षट्पौरुष्यां चतुर्दशभागः, चतुष्पौरुष्यामष्टभागः, द्विपौरुष्यां षड्भागः, पौरुष्यां चतुर्भागः, अष्टांगुलायां त्रयोदश भागाः, अच्छायो मध्याह्न તિ |
આઠ પૌરુષપ્રમાણ (આઠ વેંત પ્રમાણ = ૯૬ આંગળ પ્રમાણ) છાયા હોય ત્યારે અઢારમા ભાગનો છેદ જાણવો (એટલે કે અઢારમા ભાગ જેટલો દિવસ ચડ્યો છે અર્થાત્ ત્રીશ નાલિકાનો ૧૮ મા ભાગનો દિન થયો છે એમ જાણવું.) એ જ રીતે છ પૌરુષ પ્રમાણ (૭૨ આંગળ) છાયા હોય, ત્યો ચૌદમાં ભાગનો છેદ જાણવો. ચાર પૌરુષ પ્રમાણ (= ૪૮ આંગળ) છાયા હોય ત્યારે આઠમા ભાગનો છેદ જાણવો. બે પૌરુષ પ્રમાણ ( =૨૪ આંગળ) છાયા હોય, ત્યારે છઠ્ઠા ભાગનો છેદ જાણવો. એક પૌરુષ પ્રમાણ (= ૧૨ આંગળ) છાયા હોય, ત્યારે દિવસના ચોથા ભાગનો છેદ જાણવો. આઠ આંગળ પ્રમાણ છાયા હોય, ત્યારે દિવસના દશ ભાગ ગણતાં ત્રણ ભાગનો છેદ જાણવો. (ચાર આંગળ પ્રમાણ છાયા હોય, ત્યારે દિનના આઠ ભાગ ગણતાં ત્રણ ભાગનો છેદ જાણવો.) અને બિલકુલ છાયા ન હોય, ત્યારે બરોબર મધ્યાહ્ન થયો છે એમ જાણવું.
* કાલલોક સર્ગ–૨૮ શ્લો. પર–૫૩ “યદ્રા ચતુઃસ્વર્ણમાષ.. તૌલ્યમેયપ્રમાણતઃ” | બે આઢક = ૧૦૦ પલ પ્રમાણ જલ ગ્લો. ૭૪ ઉપર કહેલ છે તે યોગ્ય લાગે છે. જ્યોતિષ્કરંડક પણ તેમ જ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org