________________
૨૩૪
કાલલોક-સર્ગ ૨૯
उत्सर्पिण्याद्यसमये-ऽप्येवंरूपो भवत्ययं । ततो द्वितीयसमये यथाहानि विवर्द्धते .॥२४॥ अनंतगुणवृद्ध्यैवं वर्द्धमानः क्षणे क्षणे । उत्सर्पिण्यंत्यसमये सर्वोत्कृष्टः स जायते ॥२४२।। नन्वेवं शुक्लवर्णस्य मूलोच्छेदः प्रसज्यते । प्रत्यक्षबाधितं तच्च जात्यादौ शौक्ल्यदर्शनात् ॥२४३॥ अत्रोच्यतेऽनंतकस्या-नंतभेदाः स्मृतास्ततः । प्रक्षीयमाणपर्यायां-शानामल्पमनंतकं ॥२४४।। मूलपर्यायांशराशे-स्त्वनंतकं महत्तमं । ततोऽनुसमयेऽनंत-हान्याप्युच्छिद्यते न तत् ॥२४५॥ यदि भव्येषु सिद्ध्यत्सु संसारेऽस्मिन् प्रतिक्षणं । अनंतेनापि कालेन भव्योच्छेदो न जायते ॥२४६॥ तदैषां सर्वजीवेभ्यो-ऽनंतनानां कथं भवेत् । उत्कृष्टवर्णभागाना-मुच्छेदोऽसंख्यकालतः ॥२४७।।
ઉત્સર્પિણીના આદ્ય સમયે એવા જ રૂપના નિકૃષ્ટ ભાવ હોય છે. ત્યારપછી બીજે સમયે-પ્રથમ જેમ હાનિ થઈ હતી તેમ ક્ષણે ક્ષણે અનંતગુણવૃદ્ધિવડે વધે છે, એટલે ઉત્સર્પિણીના અંત્ય સમયે સર્વેકૃષ્ટ ભાવ ઉત્પન્ન થાય છે.૨૩૭-૨૪૨.
અહીં પણ અનંતભાગવૃદ્ધિ સમજવી.
પ્રશ્ન - “એ પ્રમાણે સમયે સમયે હાનિ થવાથી તો શુક્લવર્ણનો મૂળથી ઉચ્છેદ થઈ જશે, અને તેમ કહેવાથી જાતિ વિગેરેમાં શુક્લપણું જોવામાં આવતું હોવાથી પ્રત્યક્ષ બાધા આવશે.” ૨૪૩.
ઉત્તર -“શાસ્ત્રમાં અનંતના અનંત ભેદ કહેલા છે, તેથી ક્ષય પામતા પર્યાયના અંશોનું અનંત નાનું છે અને મૂળ પર્યાયમાં રહેલ અંશરાશિનું અનંત મોટું છે; તેથી પ્રત્યેક સમયે અનતાંશની હાનિ થવા છતાં પણ તેનો સર્વથા ઉચ્છેદ થતો નથી' તેની ઉપર દૃષ્ટાંત કહે છે કે-“આ સંસારમાંથી પ્રત્યેક ક્ષણે ભવ્યજીવો સિદ્ધાવસ્થા પામે છે, છતાં અનંતકાળે પણ ભવ્યજીવોનો ઉચ્છેદ (સમાપ્તિ) થતો નથી. તો આ પર્યાયાંશ તો સર્વ જીવો કરતાં અનંતગણા છે તેનો એટલે ઉત્કૃષ્ટ વર્ણવિભાગોનો ઉચ્છેદ અસંખ્ય કાળે કેમ થાય ? ન જ થાય.”૨૪૪-૨૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org