________________
૨ ૩૩
અવસર્પિણીમાં અનંતગણ હાનિ આદિ
गुणशब्दचात्र भाग-पर्यायस्तेन हीयते ।
अनंतभागहान्यैव वर्णादिः पर्यवव्रजः ॥२३५।। इत्थमेवानुयोगद्वारवृत्तौ एकगुणकालकविचारे स्पष्टमाख्यातं ।
अनंतगुणानां हानि-रेवं तत्पुरुषोऽत्र सः ।
न त्वनंतगुणा हानि-रित्येवं कर्मधारयः ॥२३६॥ अत्र स इति समासो वैयाकरणरूढेः, पदैकदेशे पदसमुदायोपचाराद्वेति अनंतगुणहानिभावना चैवं -
आद्यारकाद्यसमये वर्तते यो द्रुमादिषु । सर्वोत्कृष्टः शुक्लवर्णः केवलिप्रज्ञयास्य च ॥२३७॥ छिद्यमानस्य भागाः स्यु-निविभागा अनंतशः । एते सर्वजीवराशेः स्युरनंतगुणाधिकाः ॥२३८॥ तेषां मध्याद्राशिरेको-ऽनंतभागात्मकस्त्रुटेत् । द्वितीये समये चैवं तृतीयादिक्षणेष्वपि ॥२३९॥ इत्येवमवसर्पिण्या: सर्वांत्यसमयावधि । तत्र चायं निकृष्टः स्या-त्ताहक्कालानुभावतः ॥२४०।।
સમજવો એટલે વર્ણાદિ પર્યાયોનો સમૂહ અનંતભાગહાનિથી ઘટતો જાય છે. ૨૩૨-૨૩૫.
આ જ હકીકત શ્રી અનુયોગદ્વાર સૂત્રની વૃત્તિમાં એક ગુણ કાળા વિગેરેના વિચારમાં સ્પષ્ટ કહેલ
અનંતગુણોની હાનિ એવો તપુરુષ સમાસ અહીં કરવો; અનંતગુણી હાનિ એવો કર્મધારય સમાસ न ४२वो.२38.
અહીં સ એટલે સમાસ વૈયાકરણની રૂઢિથી અથવા પર્દકશે પદસમુદાયોપચારાત્' અર્થાત પદના એકદેશથી પદના સમુદાયનો ઉપચાર કરવો-એમ સમજવું.
અનંતગુણહાનિની ભાવના આ પ્રમાણે-પહેલા આરાના પહેલા સમયે વૃક્ષાદિમાં જે સર્વોત્કૃષ્ટ શુક્લવર્ણના, કેવળીની પ્રજ્ઞાથી છેદવામાં આવે તો જેનો આગળ વિભાગ ન થઈ શકે, એવા અનંતભાગ થાય છે કે, જે સર્વ જીવરાશિથી અનંતગણા હોય છે. તેમાંથી એક રાશિ અનંતભાગરૂપ બીજે સમયે ત્રુટે (ઘટે-ઓછી થાય), ત્રીજા વિગેરે સમયોમાં પણ એ પ્રમાણે સમજવું. એ પ્રમાણે અવસર્પિણીના સર્વાત્ય સમય સુધી સમજવું એટલે તેવા પ્રકારના અનુભવથી છેલ્લે સમય તદ્દન નિકૃષ્ટ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org