________________
બીજા આરાનાં યુગલિકનું સ્વરૂપ अणंतगुणपरिहाणीए परिहायमाणे २' इति ।
एवं चाधारकस्यादौ त्रिक्रोशप्रमितं वपुः । त्रिपल्यप्रमितं चायु-युग्मिनां प्राग् यदीरितं ॥२५९॥ तद्धीयमानं क्रमेणा-धारकांते तु युग्मिनां । स्याद् द्विक्रोशोच्चमंगं द्वि-पल्यमानं च जीवितं ॥२६०॥ एवं दशस्वपि क्षेत्रे-ध्वरके प्रथमे गते । द्वैतीयीकोऽरकस्तेषु सुषमाख्यः प्रवर्त्तते ॥२६॥ तस्मिन् कालेऽपि मनुजाः पूर्ववद्युग्मिनोऽथ ते । अनंतगुणहीनाः स्युः पूर्वेभ्यो गुणलक्षणैः ॥२६२॥ पृथ्वीपुष्पफलाहारास्तेऽहोरात्रद्वयांतरे । कांक्षति पुनराहारं बदरीफलमात्रकं ॥२६३।। चतुष्पष्टिं दिनान्येते कुर्वतेऽपत्यपालनं । अवस्थाः प्राग्वदत्रापि भाव्याः सप्त यथाक्रमं ॥२६४॥ चतुष्पष्टिरहोरात्रा हियंते यदि सप्तभिः । एकैकस्या अवस्थाया-स्तदा कालो भवत्ययं ॥२६५।।
અને અનંતા આયુ સંબંધી પર્યાયો આયુ સંબંધી પર્યાયો વડે અનંતગુણહાનિથી હીન થતો જાય છે.”
આ પ્રમાણે પહેલા આરાના પ્રારંભમાં ત્રણ ગાઉનું શરીર અને ત્રણ પલ્યોપમનું આયુષ્ય જે પૂર્વે કહેલ છે, તે અનુક્રમે સમયે સમયે હાનિ થતાં પહેલા આરાના અંતે યુમિઓનું શરીર બે ગાઉ ઊંચું અને આયુ બે પલ્યોપમનું હોય છે-એમ સમજવું. ૨૨૯-૨૬૦.
આ પ્રમાણે પાંચ ભરત ને પાંચ એરવતરૂપ દશે ક્ષેત્રોમાં પહેલો આરો પૂરો થયે, બીજો સુષમા નામે આરો પ્રવર્તે છે. ૨૧.
તે કાળે પણ પહેલા આરાની જેમ મનુષ્યો યુગ્મિ જ હોય છે. પરંતુ પ્રથમ આરાના યુશ્મિઓ કરતાં ગુણલક્ષણાદિવડે અનંતગુણહીન હોય છે. ૨૬૨.
પૃથ્વીના અને કલ્પવૃક્ષનાં પુષ્પફળના આહારની ઈચ્છા તે યુશ્મિઓને બે દિવસને આંતરે થાય છે અને બોરડીના ફળ જેટલો આહાર હોય છે. તેઓ અપત્યપાલન ૬૪ દિવસ પર્યત કરે છે. તેમાં પણ પૂર્વ પ્રમાણે જ સાત અવસ્થા અનુક્રમે સમજવી.૬૪ દિવસોને સાત વડે ભાગીએ તો એક-એક અવસ્થા માટે નવ દિવસ, આઠ ઘડી, ૩૪ પળ ને કંઈક અધિક ૧૭ અક્ષર આવે. પ્રથમ આરા કરતાં અહીં જે અપત્યપાલનના ૧૫ દિવસની વધારે કહી તે ઉત્થાનના બલાદિની અનંતગુણહાનિ થતી હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org