________________
૨૩૨
કાલલોક-સર્ગ ૨૯ दसवाससहस्साई समयाई जाव सागरं ऊणं ।
दिवसमुहत्तपुहुत्ता आहारुस्सास सेसाणं ॥२३०A।। इत्यस्या गाथाया व्याख्याने कृतमस्तीति सर्वं सुस्थमित्याद्यधिकमुपाध्यायશ્રીશતિરંદ્રીયગંબૂ. પ્ર. વૃ. I यद्वा - भारंडपक्षिणां लोक-ख्यातेभोद्वहनादिवत् ।
तेषां खगानां तद्युग्मि-देहोद्वहनसंभवः ॥२३।। एवं स्वरूपमुक्तं य-त्प्रथमं प्रथमारके । क्रमात्ततो हीयमान-मवसेयं प्रतिक्षणं ॥२३२॥ वर्णगंधरसस्पर्श-संस्थानोच्चत्वपर्यवैः । तथा संहननायुष्क-बलवीर्यादिपर्यवैः ॥२३३॥ अनंतगुणहान्यानुसमयं हीयमानकैः । संपूर्णाः स्युः सागराणां चतस्रः कोटिकोटयः ॥२३४॥
આહારનો અભિલાષ થાય અને મુહૂર્ત પૃથક્વે (બેથી નવમુહૂ) એકવાર શ્વાસોશ્વાસ હોય. (હકકીતમાં દશ હજાર વર્ષના આયુષ્યવાળા તો સાત સ્તોકે, શ્વાસોશ્વાસ લે છે. અને એકાંતરે આહારનો અભિલાષા થાય છે. અને પલ્યોપમનાં આયુષ્યવાળાને મુહૂર્ત પૃથક્વે શ્વાસોશ્વાસ હોય છે અને દિવસ પૃથક્વે આહારનો અભિલાષ હોય છે. અને સાગરોપમની સ્થિતિવાળાને પખવાડીયે શ્વાસોશ્વાસ અને હજાર વર્ષે આહારનો અભિલાષ હોય છે. છતાં અહીં સામાન્યથી જ મુહૂર્ત અને દિવસ પૃથક્વ કહ્યા છે. એટલે એનો અર્થ ઘણા મુહૂર્ત પૃથક્ત અને ઘણાં દિવસ પૃથક્વનું ગ્રહણ, ટીકામાં કરેલ છે.) ૨૩૦A.
એટલે આ હકીકતનું સમાધાન બરોબર થઈ શકે છે. ઈત્યાદિ શ્રી જંબૂઢીપપ્રજ્ઞપ્તિની ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રગણિ કૃત વૃત્તિમાં પણ કહ્યું છે. અથવા
ભારડ પક્ષીઓ પોતાની પાંખ વિગેરેથી હાથીઓને ઉપાડે છે-એ વાત જેમ લોકપ્રસિદ્ધ છે તેની જેમ પ્રથમ આરાના પક્ષીઓનું તે યુગ્મિના દેહને ઉપાડીને વહન કરવાનું પણ સંભવે છે. ૨૩૧.
પહેલા આરાના પ્રારંભમાં જે સ્વરૂપ હોય છે, તે અમે ઉપર બતાવેલું છે. ત્યાર પછી ક્રમે ક્રમે પ્રતિક્ષણ હીયમાન (ઘટતું ઘટતું) સમજવું. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન, ઉચ્ચત્વ, સંહનન, આયુ તથા બળ વીર્ય વિગેરે પર્યાયોથી અનંતગુણ હાનિએ સમયે સમયે ઘટતા-ઘટતા ચાર કોટાકોટી સાગરોપમનો પહેલો આરો પૂર્ણ થાય છે. અહીં શ્લોકમાં અનંતગુણ શબ્દ કહેલ છે, તેમાં ગુણ શબ્દથી ભાગપર્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org