________________
૨ ૨ ૨
કાલલોક-સર્ગ ૨૯ अश्वमातंगकरभ-वृषभादिषु सत्स्वपि । तद्भोगविमुखाः पाद-विहाराः स्वैरचारिणः ॥१८२॥ गोमहिष्येडकाजासु सुव्रतासु सतीष्वपि । तदंगीकारतद्दोह-तहुग्धास्वादवर्जिताः ॥१८३॥ यक्षभूतपिशाचादि-ग्रहमारिविवर्जिताः । कासश्वासज्वराधर्ति-व्याधिव्यसनवंचिताः ॥१८४॥ कृषिसेवावणिज्यादिवृत्तिक्लेशपरिच्युताः । वांछामात्रप्राप्तकामा निश्चिंताः सुखमासते ॥१८५।। भूपालयुवराजेभ्य-श्रेष्ठिसैन्याधिपादिभिः । नायकै रहितास्तुल्याः स्युः सर्वेऽप्यहमिंद्रकाः ॥१८६।।
હવામ: સુન ! तदा न कोऽपि कस्यापि दासः प्रेष्यश्च कर्मकृत् । भागिको भृतकः शिष्य आभियोग्योज्झिता हि ते ॥१८७॥
તે કાળે અશ્વ, ગજ, ઊંટ અને વૃષભાદિ હોય છે છતાં યુગલિકો તેનો ઉપભોગ કરતા નથી. તેઓ સ્વેચ્છાપૂર્વક પગે જ ચાલે છે.૧૮૨.
ગાય, ભેંસ, બકરી ને ઘેટી વિગેરે દૂધવાળા જાનવર સારા હોવા છતાં તેને અંગીકાર કરતા નથી અને તેને દોહતા નથી. તેમ જ તેના દૂધનો સ્વાદ પણ લેતા નથી. ૧૮૩.
યક્ષ, ભૂત, પિશાચ વિગેરેના ઉપદ્રવથી તેમજ ગ્રહપીડા અને મારી (મરકી)થી વર્જિત હોય છે. કાસ, શ્વાસ, જવર વિગેરે વ્યાધિથી અને પીડાથી વિરહિત હોય છે. ૧૮૪.
તેમને ખેતી, સેવા, વ્યાપાર વિગેરે દ્વારા આજીવિકા ચલાવવાનો કલેશ હોતો નથી. વાંચ્છા કરવા માત્રથી જ ઈચ્છિત પ્રાપ્ત થતું હોવાથી નિશ્ચિતપણે સુખમાં રહે છે. ૧૮૫. - રાજા, યુવરાજ, શેઠ, ધનવાન, સેનાપતિ વિગેરેના વ્યવહારથી રહિત હોય છે. તેમજ નાયક રહિત, સર્વ સમાનભાવવાળા ને સર્વ અહમિંદ્ર હોય છે. ૧૮૬.
તે કાળે કોઈ કોઈનો દાસ, શ્રેષ્ઠ કે કર્મકર હોતો નથી, તેમજ ભાગીદાર, નોકર, શિષ્ય કે આભિયોગિકપણું પણ હોતું નથી. ૧૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org