________________
૨ ૨ ૮
કાલલોક-સર્ગ ૨૯ यदा पुनः षण्मासावशेषायुषो वैमानिकेषु बद्धायुषस्तदा सम्यक्त्वलाभाद् द्वे ज्ञाने लभ्येते, अवधिविभंगौ चासंख्येयवर्षायुषां न स्त इति । तत्रोत्सर्पिण्यामवर्पिण्यां च प्रत्येकं षड्विधेऽपि कालविभागे सम्यक्त्वस्य श्रुतस्य च द्वयोरप्यनयोः प्रतिपत्तिः संभवतीति प्रतिपद्यमानकस्संभवति, स च प्रतिपद्यमानकस्सु-षमदुःषमादिसु देशन्यूनकोट्यायुश्शेष एव प्रतिपद्यते, नाधिकायुश्शेष इत्यावश्यकमलयगिरीयवृत्तौ । तदत्र मतत्रये तत्त्वं सर्वविद्वेद्यमिति ज्ञेयं । असंख्यायुस्तिर्यक्षु तु जन्मतोऽपि सम्यक्त्वं संभवति, तथोक्तं षष्ठकर्मग्रंथवृत्तौ-क्षायिकसम्यग्दृष्टिस्तिर्यक्षु न संख्येयवर्षायुष्केषु मध्ये समुत्पद्यते किं त्वसंख्येयवर्षायुष्केषु ।
सप्तावस्थाकालमान-मित्यादौ प्रथमारके ।
ततः कालक्रमात्किंचित्संभवत्यधिकाधिकं ॥२१८।। इदमर्थतो जंबूप्रज्ञप्तिवृत्तौ ।
ततस्ते पितरस्तेषा-मरोगाः पूरितायुषः । कासज़ंभादिभिर्मत्वो-द्भवंति त्रिदशालये ॥२१९॥
તેમાં અવસર્પિણીને ઉત્સર્પિણીમાં પ્રત્યેક છએ આરામાં સમ્યક્ત ને શ્રુત બંને સામાયિકની પ્રતિપત્તિ સંભવે છે એટલે તેના પ્રતિપદ્યમાન જીવો સંભવે છે. તે પ્રતિપદ્યમાનપણું સુષમદુઃષમાદિમાં વધારેમાં વધારે દેશનૂન પૂર્વ કોટી આયુ શેષ રહે છતે જ લભ્ય થાય છે. તે કરતાં વધારે આયુષ્ય બાકી રહ્યું હોય, ત્યારે સંભવતું નથી, એમ આવશ્યકની મલયગિરિત વૃત્તિમાં કહ્યું છે. આ પ્રમાણે ત્રણ મત છે, તેનું તત્ત્વ સર્વજ્ઞ જાણે. અસંખ્ય વર્ષના આયુવાળા તિર્યંચોમાં તો જન્મથી પણ સમ્યક્તનો સંભવ છે. તે સંબંધી છઠ્ઠા કર્મગ્રંથની વૃત્તિમાં કહ્યું છે કે-ક્ષાયિકસમક્તિદૃષ્ટિ સંખ્યાતા વર્ષના આયુવાળા તિર્યંચામાં ઉત્પન્ન થતા નથી, પરંતુ અસંખ્યાત વર્ષના આયુવાળામાં જ ઉત્પન્ન થાય છે.
સાત અવસ્થાનું કાળમાન સાત સાત દિવસનું ઉપર જે હ્યું છે, તે પહેલા આરાના પ્રારંભમાં સમજવું. ત્યારપછી કાળના ક્રમથી (પ્રતિપાલના વધે ત્યારે) કાંઈક કાંઈક વધતું વધતું સમજવું. ર૧૮.
આ પ્રમાણે શ્રીજંબૂકૂપની વૃત્તિમાં કહ્યું છે.
ત્યારપછી યુગ્મીઓના માતાપિતા આયુષ્ય પૂર્ણ થયે, રોગવિના ઉધરસ કે બગાસાદિવડે મરણ પામીને દેવ ગતિમાં ઉત્પન્ન થાય છે. ૨૧૯.
१. सम्यक्त्वात् प्राग् येनायुर्बद्धं तस्यैवोत्पत्तेस्तिर्यक्षु नात्र तदा नूतनोत्पादः सम्यक्त्वस्य ।
સમ્યક્ત પામ્યા પહેલાં જેણે આયુષ્ય બાંધ્યું હોય, તે જ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચભવમાં ઉત્પન્ન થાય છે. નવીન સમક્તિની ઉત્પત્તિ થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org