________________
યુગલિક મનુષ્યની ઉત્પત્તિ સમયે સ્થિતિ
तथाहि - सुप्तोत्तानशया लिहंति दिवसान् स्वांगुष्ठमार्यास्ततः । कौ रिखंति पदैस्ततः कलगिरो यांति स्खलद्भिस्ततः । स्थेयोभिश्च ततः कलागणभृतस्तारुण्यभोगोद्गताः । सप्ताहेन ततो भवंति सुहगादानेऽपि योग्यास्ततः ॥ २९४ ॥
अयं भावः - सप्ताहे प्रथमेंगुष्ठं लिहंत्युत्तानशायिनः ।
द्वितीये भुवि रिंखंति व्यक्तवाचस्तृतीयके ॥ २१५ ।। पदैः स्खलद्भिर्गच्छंति चतुर्थे पंचमे पुनः । स्थिरैः पदैस्ते गच्छंति षष्ठे सर्वकलाविदः ॥ २१६ ॥
सप्ताहे सप्तमे प्राप्त - यौवना: प्रभविष्णवः ।
स्युः स्त्रीभोगेऽपि केचिच्च सम्यक्त्वग्रहणोचिताः ॥२१७॥
तथोक्तं जंबू० प्र० वृ० " केचिच्च सुहगादानेऽपि सम्यक्त्वग्रहणेऽपि योग्या भवंतीति' एवं चात्र सप्तसप्तकव्यतिक्रमे सम्यक्त्वयोग्यतोक्ता प्रज्ञापनाविशेषपदवृत्तौ च उत्कृष्टस्थितिमनुष्यसूत्रे 'दोनाणा दो अन्नाणा' इति उत्कृष्टस्थितिका मनुष्यास्त्रिपल्योपमायुषस्तेषां तावद् अज्ञाने नियमेन,
૨૨૭
પ્રથમ સાત દિવસ ચત્તા સુતા સુતા પોતાના અંગુઠાને ચુસ્યા કરે છે, પછી બીજા સાત દિવસ પૃથ્વી પર જરા જરા પગ માંડે છે, ત્રીજા સાત દિવસ કાંઈક મધુરવાણી વડે બોલે છે, ચોથા સાત દિવસ કંઈક સ્ખલના પામતા ચાલે છે, પાંચમા સાત દિવસમાં સારી રીતે સ્થિરતાથી ચાલવા માંડે છે, છઠ્ઠા સાત દિવસમાં સમસ્ત કળાના જાણનાર થાય છે અને સાતમા સાત દિવસમાં યૌવનાવસ્થા પામીને ભોગસમર્થ થઈ જાય છે અને પછી કેટલાક તો સમક્તિ ગ્રહણને યોગ્ય થાય છે. આ પ્રમાણે ૪૯ દિવસો પસાર થાય છે.૨૧૪-૨૧૭.
Jain Education International
તે વિષે જંબુદ્રીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું છે કે-કેટલાક યુગલિકો સુદફ્ના આદાનમાં અર્થાત્ સમ્યક્ત્વના ગ્રહણમાં પણ યોગ્યતાવાળા થાય છે. અહીં સાત સપ્તક વીત્યા બાદ સમક્તિની યોગ્યતા કહી,
પરંતુ પ્રજ્ઞાપનાના વિશેષ પદની વૃત્તિમાં તો ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યો સંબંધી સૂત્રમાં ‘બે જ્ઞાન અને બે અજ્ઞાનવાળા કહ્યા છે.’ તેમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા એટલે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા. તેમને બે અજ્ઞાન અવશ્ય હોય છે, પરંતુ જ્યારે છ માસનું આયુષ્ય બાકી રહે અને વૈમાનિકનું આયુષ્ય બાંધે ત્યારે સમ્યક્ત્વનો લાભ થયેલો હોવાથી બે જ્ઞાન લભ્ય થાય છે. અવધિ કે વિભંગ અસંખ્ય વર્ષના આયુષ્યવાળા (મનુષ્ય તિર્યંચ) ને હોતું નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org