________________
૨ ૨૫
યુગલિક કાળે ઉપદ્રવ હોતા નથી
भवंति देशमशक-यूकाचंचटमत्कुणाः । मक्षिकाद्याश्च न तदा जंतवो देहिदुःखदाः ॥२०३॥ ये सिंहचित्रकव्याघ्र-भुजगाजगरादयः । कालस्वभावतस्तेऽपि न रौद्रा नापि हिंसकाः ॥२०४॥ एवं मृगा वृकाः श्वानः पक्षिमार्जारमूषकाः ।। मिथो वैरोज्झिताः सर्वे भद्रकाः स्युरहिंसकाः ॥२०५॥ न खड्गादीनि शस्त्राणि नागबाणादयोऽपि न ।
न तत्प्रयोगी संग्रामः कोऽपि कस्यापि नाशकृत् ॥२०६॥ नागबाणादयश्चैवं
नागबाणस्तमोबाणो वह्निबाणो मरुच्छरः । एवमन्येऽपि ते स्वस्व-नामकार्यप्रसाधकाः ॥२०७॥ नेतयः सप्त नो मारि-वरा नैकांतरादयः । तदा नाकालमरणं न दुर्भिक्षं न विड्वरः ॥२०८॥ एवं च ते निरांतका निर्बाधा निरुपद्रवाः ।
सुखानि भुंजते याव-ज्जीवं प्राचीनपुण्यतः ॥२०९॥ ડાંસ, મચ્છર, જુ, ચાંચડ, માંકણ, માખી વિગેરે શરીરને દુઃખ આપનાર જીવોની તે કાળે ઉત્પત્તિ હોતી નથી. ૨૦૩.
જે સિંહ, ચિત્તા, વ્યાધ્ર, સર્પ, અજગર વિગેરે જેવો હોય છે, તે પણ કાળ સ્વભાવથી જ રૌદ્ર પરિણામી કે હિંસક હોતા નથી, તેમજ હરણ, વરૂ, કુતરા, પક્ષીઓ, બીલાડા, ઉંદર વિગેરે જીવો જાતિવૈર વિનાના, ભદ્રક અને અહિંસક હોય છે. ૨૦૪-૨૦૫.
ખજ્ઞાદિ શસ્ત્રો અને નાગ વિગેરે અસ્ત્રો પણ હોતા નથી તેમજ એકબીજાનો નાશ કરનારા સંગ્રામ પણ હોતા નથી કે જેમાં તેનો ઉપયોગ થઈ શકે. ૨૦૬.
નાગબાણ વિગેરે આ પ્રમાણે-નાગબાણ, તમોબાણ, વલિંબાણ, વાયુબાણ. એ પ્રમાણે પોતપોતાના નામ પ્રમાણે કાર્યકરનાર અનેક પ્રકારના બાણો સમજવા.૨૦૭.
સાત પ્રકારની ઈતિઓ, મારિ (મરકી), એકાંતરા વિગેરે જ્વરો હોતા નથી. અકાળ મરણ થતું નથી અને દુર્મિક્ષ કે બીજા કોઈ પ્રકારનો ઉપદ્રવ થતો નથી. એટલે તેઓ આતંક વિનાના, બાધા વિનાના, ઉપદ્રવ વિનાના હોય છે અને પૂર્વભવના પુણ્યથી માવજીવ સુખને જ ભોગવે છે. ૨૦૮-૨૦૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org