________________
યુગલિક કાળના ભૂમિ તથા ભોજનનું વર્ણન
प्रसूपितृस्वसृभ्रातृ-भार्यापुत्रस्नुषादिषु । स्वजनेष्वपि ते मर्त्या न तीव्रप्रेमबंधनाः ॥ १८८ ॥ तदा गोधूमशाल्याद्या भवंत्यौषधयः स्वयं । सरसत्वाद्भुवो भूम्ना सांप्रतीनतृणादिवत् ।।१८९।। आहारायोपयुज्यंते न तास्तेषां नृणां परं । पृथ्वीकल्पद्रुमफल- पुष्पाहारा हि ते जनाः ॥ १९० ॥ शर्करामोदकादिभ्यो ऽप्यनंतगुणमाधुरी ।
भूमिर्भवेत्तदा स्निग्धा परिणामे हितावहा । १९१॥ नीरोगाणां सुजातीनां पालितानां प्रयत्नतः । पुंड्रेक्षुचारिणीनां च गवां लक्षस्य यत्पयः ॥ १९२॥ एकगव्यां संक्रमित-मर्द्धार्द्धादिव्यवस्थया । निष्पादितं तेन लक्ष - द्रव्यव्ययसमुद्भवं ॥ १९३॥ दीपनीयं बृंहणीयं सर्वांगीणप्रमोदकृत् । सुरभि स्वादु कल्याण - भोज्यं यच्चक्रवर्तिनः ॥१९४॥ ततोऽप्यधिकमाधुर्य- स्तुष्टिपुष्ट्यादिकृद्रसः ।
कल्पद्रुमाणां तेषां स्यात्पुष्येषु च फलेषु च ॥ १९५॥ चतुर्भिः कलापकं ।
Jain Education International
भाता, पिता, जहेन, लाई, भार्या, पुत्र, पुत्रवधू विगेरे स्व४नोमा पाते युगति तीव्र प्रेमबंधनवाणा होता नथी. १८८.
૨૨૩
તે વર્તમાન કાલમાં જેમ ઘાસ વિગેરે સ્વયમેવ ઉગે છે, તેમ તે વખતની ભૂમિ રસાળ હોવાથી ઘઉં અને ચોખા વિગેરે ધાન્યો સ્વયમેવ ઉગે છે. પણ તે ધાન્યો તે કાળના મનુષ્યોને આહારના ઉપયોગમાં આવતા નથી. તેઓ તે પૃથ્વી, કલ્પવૃક્ષના ફળ અને પુષ્પાદિનો આહાર કરે છે. ૧૮૯–૧૯૦. સાકરના મોદક કરતાં પણ અનંતગણી મધુર, સ્નિગ્ધ અને પરિણામે હિતકારક એવી તે વખતની भूमि होय छे. १८१.
નિરોગી, જાતિવૃંત, પ્રયત્નપૂર્વક પાળેલી, વિશિષ્ટ પ્રકારની શેરડીનો જ ચારો ચરાવેલી લાખ ગાયોનું દૂધ તેથી અર્ધસંખ્યાની ગાયને પીવડાવતાં એમ ક્રમે ક્રમે અર્ધ અર્થને પીવડાવતાં, છેવટની એક ગાયના દૂધથી બનાવેલ લાખ રૂપિયાની કિંમતનું, દીપનીય, બૃહણીય, સર્વ અંગમાં પ્રમોદ ઉત્પન્ન કરનાર સુગંધી, સ્વાદુ એવું ચક્રવર્તીનું જે કલ્યાણ ભોજન (ક્ષીર) હોય છે, તે કરતાં પણ અધિક તુષ્ટિપુષ્ટિ
For Private & Personal Use Only
www.jainelibrary.org