________________
૨૦૩
કલ્પવૃક્ષનું સ્વરૂપ
चंद्रप्रभाद्याः स्युर्मद्य-विशेषा यादृशा इह । उत्कृष्टद्रव्यनिष्पन्ना वर्णगंधरसोत्तराः ॥५६॥ आरोग्यपुष्टिसौभाग्य-मदतुष्ट्यादिकारकान् । तेषां फलानि पुष्पाणि नवंति ताशान् रसान् ॥५७॥ भृतांगाख्यास्तथा कल्प-तरवो बिभ्रति श्रियं । फलादि येषां रत्नादि-नानापात्रत्वमियूति ॥५८॥ तुर्यांगाख्यास्तदा कल्प-तरवः सुखयंति च ।
चतुर्विधानां वाद्यानां ततादीनां वरारवैः ॥५९।। अयं भाव:-पत्रपुष्पफलादीनां भवेत्तेषां मरुज्जुषां ।
___ दक्षशिल्पिप्रयुक्ताना-मातोद्यानामिव ध्वनिः ॥६०॥ आतोद्यचातुर्विध्यं चैवं
ततं वीणाप्रभृतिकं तालप्रभृतिकं घनं । वंशादिकं तु शुषिर-मानद्धं मुरजादिकं ॥६॥ तदा दीपशिखा नाम कल्पवृक्षाः स्फुरद्रुचः । दीपा इव स्नेहसिक्ता दीप्यते तिमिरच्छिदः ॥६२।।
તેને ઉત્પન્ન થવાનું અંગ એટલે કારણ જેમાં હોય તે મત્તાંગ કહેવાય છે. ઉત્કૃષ્ટ દ્રવ્યોથી બનેલી, ઉત્તમ વર્ણ, ગંધ ને રસવાળી ચંદ્રપ્રભા વિગેરે મદિરાની જેવા અને આરોગ્ય, પુષ્ટિ, સૌભાગ્ય, મદ ને તુષ્ટિ વિગેરેના કરનારા એવા રસોને, તે જાતિના વૃક્ષના ફળો અને પુષ્પો સૂવે છે. ૫૫–૫૭.
૨ શોભાવાળા ભૂતબંગ જાતિના કલ્પવૃક્ષોના ફળાદિ, રત્ન વિગેરેના નાના પ્રકારના પાત્રોની જેવા દેખાવવાળા હોય છે. ૫૮.
૩ સૂર્યાગ નામના કલ્પવૃક્ષો ચાર પ્રકારના તત, વિતત વિગેરે વાજિંત્રો જેવા શ્રેષ્ઠ શબ્દોથી સુખને આપે છે. એ વૃક્ષના પત્ર, પુષ્પ અને ફળાદિ જ્યારે પવનના સંયોગથી હાલચાલે છે ત્યારે તેમાંથી વિચક્ષણ એવા શિલ્પીએ બનાવેલા વાજિંત્રોની જેવો ધ્વનિ નીકળે છે. વાજિંત્રના ચાર પ્રકાર આ પ્રમાણે છે–વીણા વિગેરે તત કહેવાય છે, તાળ (કાંશી) વિગેરે ઘન કહેવાય છે, વાંસળી વિગેરે શુષિર કહેવાય છે અને મુરજ-મૃદંગાદિ આનદ્ધ કહેવાય છે.૫૯-૬૧.
૪ દીપશિખાંગ નામના કલ્પવૃક્ષો સ્કુરાયમાન કાંતિવાળા હોવાથી, તેલથી ભરેલા દીપકની જેમ અંધકારને છેદતા શોભે છે. જેમ દીપશિખા રાત્રે ઘરમાં અત્યંત પ્રકાશ કરે છે અને દિવસે ભોંયરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org