________________
ઉત્સર્પિણી-અવસર્પિણીની વિગત
૨૦૧
भरतैरावताख्येषु क्षेत्रेषु स्याद्दशस्वयं ।। कालः परावर्त्तमानः सदा शेषेष्ववस्थितः ॥४३॥ यस्यां सर्वे शुभा भावाः क्षीयंतेऽनुक्षणं क्रमात् ।
अशुभाश्च प्रवर्द्धत सा भवत्यवसर्पिणी ॥४४॥ इति ज्योतिष्करंडवृत्त्यभिप्रायः जंबूद्वीपप्रज्ञप्तिसूत्रे तु अणंतेहिं वण्णपज्जवेहिं गंधपज्जवेहिं यावत्परिहायमाणेहिं २ ओसप्पिणी पडिवज्जइ' इत्येवं दृश्यते इति ज्ञेयं ।।
शुभा भावा विवर्द्धते क्रमाद्यस्यां प्रतिक्षणं ।
हीयंते चाशुभा भावा भवत्युत्सर्पिणीति सा ॥४५॥ तथाहि - प्राप्तप्रकर्षे सुषम-सुषमाख्येऽरके भवेत् ।
भरतैरवताख्येषु मही करतलोपमा ॥४६॥ सा पंचवर्णमणिभिः स्याद्रम्या तादृशैस्तृणैः । तत्रासते शेरते च रमंते च जनाः सुखं ॥४७॥
પાંચ ભરત ને પાંચ ઐરવતરૂપ દશ ક્ષેત્રોમાં આ પ્રમાણે કાળ પરાવર્તન પામે છે. બીજા ક્ષેત્રોમાં અવસ્થિતકાળ હોય છે. ૪૩.
જે કાળમાં સર્વ શુભ ભાવો અનુક્રમે પ્રત્યેક ક્ષણે ક્ષીણ થતા જાય છે અને અશુભ ભાવો વૃદ્ધિ પામે છે, તેને અવસર્પિણી સમજવો. ૪૪.
આ પ્રમાણે જ્યોતિષ્કરંડની વૃત્તિનો અભિપ્રાય છે. '
જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં તો “અનંતા વર્ણના પર્યાય વડે, અનંતા ગંધના પર્યાય વડે યાવત રસ–સ્પર્શાદિ વડે પણ પ્રતિક્ષણે જેમાં હાનિ થતી જાય છે, તેને અવસર્પિણી કાળ સમજવો.” એમ કહેલું છે.
જે કાળમાં પ્રતિક્ષણે શુભ ભાવો વૃદ્ધિ પામે છે અને અશુભ ભાવો ક્ષીણ થતા જાય છે તેને ઉત્સર્પિણી જાણવો. ૪૫.
પ્રકર્ષ પામેલા (અવસર્પિણીના) સુષમસુષમાં નામના પહેલા આરાના પ્રારંભમાં ભરત એરવત ક્ષેત્રમાં ભૂમિ હસ્તતળ જેવી સપાટ હોય છે અને તે પાંચ વર્ષના મણિ જેવા તૃણવડે રમણિક હોય છે. તે જમીન ઉપર તે કાળના મનુષ્યો (યુગલિકો) સુખે બેસે છે, સૂવે છે, અને રમે છે, ૪૬-૪૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org