________________
૨૦
वस्त्रपूतस्वग्निपक्व-प्राज्याज्यसमितोद्भवः । यथा वा मोदको भूरि- शर्कराक्षोदमेदुरः ॥७८॥ द्राक्षाचारुकुलीनालिकेरखंडादिवंधुरः । પૂરૈનાનવા–િાનદ્રવ્યરિત: 19મ્॥ सुरभिः कोमलः स्वच्छो बलपुष्ट्यादिकृद्भवेत् । क्षुत्पिपासाप्रशमनः सर्वांगीणप्रमोदकृत् ॥८०॥ અષ્ટમિ: ભુર્તિ ॥ तथा नानारसोपेत - सद्भोज्यविधिशालिभिः । फलपुष्पैर्विराजंते वृक्षाश्चित्ररसा अपि ॥८१॥ मण्यंगा नाम ये कल्प- द्रुमास्ते भूषणप्रदाः । मणीर्मणिमयीभूषा-स्तद्दायित्वाच्च ते तथा ॥ ८२ ॥ हारोऽर्द्धहारो मुकुट : कुंडलं कर्णवालिका । कर्णवेष्टनकं ग्रैवेयकं कंकणमुद्रिका ॥८३॥ हेमजालं रत्नजालं कटकं वलयांगदे । बाहुबंधो बाहुरक्षा पुष्पकं तिलकोऽपि च ॥ ८४ ॥
વરાળ છૂટતી હોય તેવી, મૃદુ અને ફોતરા તથા મેલ વિનાની, છૂટા છૂટા દાણાવાળી એ વિવિધ પ્રકારના શાકથી શોભતી હોય, ચતુષ્કલ્પસેકસિક્ત-એટલે રસવતી શાસ્ત્રના વિજ્ઞપુરૂષો ઓદન (ભાત) ને કોમલ કરવા માટે ચાર પ્રકારે સીંચે છે. તે આ પ્રમાણે-જેમ મોદક વસ્ત્રથી ચાળેલા, અગ્નિથી સારી રીતે પકવેલા, પુષ્કળ ઘી ભેળવેલા ઘઉંના આટાથી ઉત્પન્ન થયેલા અને પુષ્કળ શર્કરાના ચૂર્ણથી વ્યાપ્ત ઉપરાંત દ્રાક્ષ, ચારોળી, શ્રીફળની શેષો (કકડાઓ)થી શોભાવેલ અને કપૂર, એલચી, લવિંગ વગેરે રાજદ્રવ્યથી સુગંધી કરેલ, કોમળ, સ્વચ્છ હોય છે અને બળની પુષ્ટિને કરનાર તેમજ ક્ષુધાતૃષાને શમાવનાર અને સર્વ જીવોને પ્રમોદ આપનાર હોય છે, તેમ પૂર્વોક્ત ઓદન ચાર પ્રકારના સેકથી સીંચેલા સમજવા. એ જ પ્રમાણે ચિત્રરસજાતિના કલ્પવૃક્ષો નાના પ્રકારના રસયુક્ત વિવિધ પ્રકારના સારા ભોજનરૂપ ફલ પુષ્પો વડે વિરાજિત હોય છે.૭૨-૮૧.
Jain Education International
કાલલોક-સર્ગ ૨૯
૮ મથંગ નામના આઠમા પ્રકારના કલ્પવૃક્ષો અનેક પ્રકારના ભૂષણોને આપે છે. ખાસ કરીને મણિ તથા મણિમય ભૂષણો આપનાર હોવાથી તે મથંગજાતિના કહેવાય છે. તે હાર, અર્ધહાર, મુકુટ, કુંડલ, કાનની કડીઓ, કાનને વીંટવાનું ઝુંમણું, ત્રૈવેયક (કંઠો), કંકણ (બંગડી વિગેરે), મુદ્રિકા (વીંટીઓ), હેમજાલ, રત્નજાલ, કટક (કડાં), વલય, અંગદ, બાજુબંધ, બાહુરક્ષક (બેરખા), પુષ્પક, તિલક,
For Private & Personal Use Only
www.jainelibrary.org